<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

દિયર ભાભીના લગ્નઃ પંચાયતમાં પતિએ પણ મંજૂરી આપી

ગામના લોકોએ દિયર-ભાભીને આપત્તિજનક સ્‍થિતિમાં પકડી પાડ્‍યા હતા. જેથી પંચાયત બોલાવીને દિયર-ભાભીના લગ્ન કરાવી દીધા

 

 

આરા તા.૨૨:  ભાભી અને દિયરના સંબંધને આપણા દેશમાં ઘણી ઇજ્જત આપવામાં આવે છે, પરંતુ બિહારના આરા ગામમાં તો બધું જ ઉલટું થઈ ગયું. રાની, એક સુંદર અને સીધી-સાદી યુવતી, જેની એક વર્ષ પહેલા સોનુ સાથે ધામધૂમથી લગ્ન થયા હતા. બધું જ સરસ ચાલતું હતું, હસતો-રમતો પરિવાર. પરંતુ જે દેખાય છે તે હંમેશા હકીકત હોય તે જરૂરી નથી. આખી ઘટના જાણીને તમે પણ નવાઈ પામી જશો.

આ બનાવ થોડાક સમય પહેલા બન્‍યો હતો જેમા ચંદા ગામનો ૨૪ વર્ષનો દિલીપ કુમાર, જે બાળપણથી જ પોતાના મામાના ઘરે રહેતો હતો. ત્‍યાં તેનો એક ખાસ સંબંધ તેના મોસેરા ભાઈ સોનુ ચૌધરી સાથે બન્‍યો, જે તેનો સૌથી સારો મિત્ર પણ હતો. બીજી બાજુ, સોનુના ફેબ્રુઆરી ૨૦૨૨માં રાની નામની છોકરી સાથે લગ્ન થયા, જે ચરપોખરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કોયલ ગામની રહેવાસી હતી.

સોનુના લગ્નમાં દિલીપ પણ હાજર હતો. લગ્ન પછી રાની તેના સાસરે પહોંચી, જ્‍યાં દિલીપનું આવન-જાવન ચાલુ રહ્યું. થોડા મહિના સુધી બધું ઠીક હતું, પરંતુ પછી દિલીપ અને રાની વચ્‍ચેની ખીચડી રંધાવા લાગી. જ્‍યારે પણ પતિ સોનુ ઘેર ન હોય, દિલીપ ભાભી પાસે પહોંચી જતો. બે મહિના સુધી આ ચોરી-છુપે ચાલતું રહ્યું, પરંતુ દરેક રહસ્‍ય લાંબા સમય સુધી છુપાઈ શકતું નથી. એક દિવસ, પતિ સોનુએ બંનેને આપત્તિજનક સ્‍થિતિમાં રંગે હાથ પકડી લીધા. ઘરમાં ઝઘડો થયો, ગુસ્‍સાનો તોફાન ઉઠ્‍યો અને અંતે રાની તેના માયકે પાછી ગઈ. પરંતુ દિલીપનું કોયલ ગામમાં આવન-જાવન ચાલુ રહ્યું. તે છુપાઈને રાનીને મળવા આવતો અને દરેક વખતે લગ્નની વાત પર ચૂપ રહી જતો.

દિલીપ ફરી મળવા આવ્‍યો. મંગળવારનો દિવસ હતો, રાનીએ ફરીથી દિલીપને બોલાવ્‍યો. ગામના કેટલાક લોકોને આ વાતની જાણ થઈ. લાકડીઓ લઈને લોકો છોકરીના ઘેર પહોંચ્‍યા અને દરવાજો ખોલાવ્‍યો. અંદરનું દ્રશ્‍ય જોઈને બધા ચોંકી ગયા, બંને ફરીથી રંગે હાથ પકડાયા હતા. પછી ગામમાં પંચાયત બોલાવવામાં આવી. બધા વડીલો અને સમજદાર લોકો ભેગા થયા. નિર્ણય થયો કે હવે બંનેના લગ્ન કરાવી દેવામાં આવે.

જોકે લગ્નની વાત સાંભળી દિલીપ રડી પડ્‍યો, બોલ્‍યો ‘‘મારે ભાભી સાથે લગ્ન નથી કરવા.'' પરંતુ હવે કોઈએ તેની એક ન સાંભળી. પતિ સોનુએ પણ પોતાનો નિર્ણય સંભળાવ્‍યો‘‘ રાની મારા ભાઈ સાથે રહેવા માંગે છે, તો મને કોઈ વાંધો નથી. હું તેને હવે રાખીશ નહીં. જ્‍યાં તેને ખુશી મળે, ત્‍યાં રહે.'' અંતે, ગામના શિવ મંદિરમાં રાની અને દિલીપના લગ્ન હિન્‍દુ રિવાજો મુજબ કરાવી દેવામાં આવ્‍યા. પંચાયત તરફથી મંજૂરીનો એક પત્ર પણ બનાવવામાં આવ્‍યો અને એ જ દિવસે રાનીને તેના ‘‘નવા સાસરે'' વિદાય કરી દેવામાં આવી.(૩૮.૨)

(9:59 AM IST)