તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
અમેરિકામાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા
હુમલાખોર ભાગી ગયોઃ FBI તપાસ કરી રહી છેઃ યહૂદી વિરોધી આતંકવાદનું કળત્ય ગણાવી રહી છે

વોશિંગ્ટન, તા.૨૨: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બુધવારે રાત્રે એક આઘાતજનક ઘટનામાં, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલો કેપિટોલ યહૂદી સંગ્રહાલય નજીક થયો હતો. યુએસ હોમલેન્ડ સિકયુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ વાતની પુષ્ટિ કરી છે. ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આજે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરીશું.
ઘટનાથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું હતું કે આ બે લોકો ઇઝરાયલી દૂતાવાસ સાથે સંકળાયેલા હતા અને ગોળીબારમાં તેમનું મળત્યુ થયું હતું. ડીસી પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર એફબીઆઈના વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસની સામે થયો હતો, જે મ્યુઝિયમની નજીક સ્થિત છે. ઇઝરાયલી દૂતાવાસ યુએસ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને આ મામલાની તપાસ કરી રહ્યું છે.
દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇઝરાયલી રાજદૂત આ ઘટનામાં સામેલ નહોતા અને ઘટના સમયે તે સ્થળે હાજર નહોતા. ઘટના પછી, યુએસ એટર્ની જનરલ પામ બોન્ડી અને વોશિંગ્ટન ડીસીના કાર્યકારી એટર્ની જીનીન પિરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી શેર કરી.
દરમિયાન, અમેરિકન યહૂદી સમિતિના CEO ટેડ ડ્યુશએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની સંસ્થા તે સાંજે મ્યુઝિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી હતી. તેમણે કહ્યું, અમને આઘાત લાગ્યો છે કે અમારા કાર્યક્રમ સ્થળની બહાર આવી અકલ્પનીય હિંસા થઈ. અમે હાલમાં પોલીસ પાસેથી માહિતીની રાહ જોઈ રહ્યા છીએ અને અમારી સંવેદનાઓ સંપૂર્ણપણે પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું, વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર થયેલા આ ઘાતક હુમલાને અમાનવીય યહૂદી વિરોધી આતંકવાદી ઘટના તરીકે જોવો જોઈએ. ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓ પણ આમાં ઘાયલ થયા છે.
પોલીસે નાગરિકોને વોશિંગ્ટન ડીસીના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આ ઘટના બની તે સ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. કાયદા અમલીકરણ એજન્સીઓ પણ તેને સંભવિત નફરત ગુના તરીકે તપાસ કરી રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
