<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

હેન્‍ડસમ બનેવીને જોઈ સાળીની દાનત બગડીઃ પ્રેમ થતાં બંનેએ હદ પાર કરી નાખી

આબરુની ધૂળધાણી થઇઃ આ ઘટનાએ ન ફક્‍ત પીડિત પરિવારને પણ આખા ગામને ચોંકાવી દીધા

અમરોહા તા.૨૨: સાહેબ, મારી પત્‍ની શોધી આપો, બહુ બદનામી થઈ રહી છે. આ શબ્‍દ છે એક ભાંગી પડેલા પતિના, જે વારંવાર પોલીસ સ્‍ટેશનમાં આવીને ન્‍યાય ઝંખી રહ્યો હતો. આ મામલો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના નૌંગાવા સાદાત વિસ્‍તારના એક ગામનો છે. જ્‍યાં એક યુવકની પત્‍ની તેના જ સંબંધમાં થતા બનેવી સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાએ ન ફક્‍ત પીડિત પરિવારને પણ આખા ગામને ચોંકાવી દીધા. આ યુવકના લગ્ન થોડા વર્ષ પહેલા જોયા ફળિયાની એક યુવતી સાથે થયા હતા. શરૂઆતમાં બધું ઠીકઠાક રહ્યું. દંપતીના ઘરમાં બે દીકરીઓના જન્‍મ પણ થયો અને એક સુખી પરિવાર વસી ગયો. યુવક પોતાના સાસરિયામાં આવવા-જવા લાગ્‍યો હતો. જ્‍યાં તેની સાળી સાથે હસી મજાક થતી હતી. ધીમે ધીમે એકબીજાની નજીક આવવા લાગ્‍યા અને સાળી-બનેવી વચ્‍ચે પ્રેમ સંબંધ બની ગયા. જોકે સાળીના લગ્ન પરિવારે કોઈ અન્‍ય યુવક સાથે ૧૧ મહિના પહેલા જ નક્કી કર્યા હતા અને તે પોતાના સાસરિયામાં જતી રહી હતી. પણ સાળી અને બનેવી વચ્‍ચે ફોન પર વાતચીત ચાલુ જ રહેતી હતી. ગત માર્ચ મહિનામાં યુવકે પોતાની પરણેલી સાળીને લઈને ભાગવાનો નિર્ણય કર્યો. આ ઘટનાક્રમમાં બંને પરિવાર આઘાતમાં છે. પત્‍ની ફરાર થતાં પતિએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસને પત્‍ની પાછી લાવી આપવા માટે અપીલ કરી રહ્યો છે. તો વળી બીજી તરફ યુવતીના પિતાએ પણ પોલીસ સ્‍ટેશનમાંથી દીકરીને જલદી પાછી લાવી આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, આ મામલો હવે આબરુનો છે અને પરિવારને સમાજમાં જોવા જેવું નથી રહ્યું.

 આ સમગ્ર ઘટનાથી બંને પરિવારમાં આઘાત છે અને સામાજિક રીતે પણ બદનામી થઈ રહી છે. ગામલોકોને વિશ્વાસ નથી આવતો કે એક પરણેલો પુરુષ અને એક પરણેલી મહિલા, જે સંબંધમાં સાળી-બનેવી થાય છે. તેઓ આવું પગલું ભરી શકે છે. પીડિત યુવકની પત્‍ની, જેને હવે પતિ અને બહેન બંનેએ દગો આપ્‍યો છે. તે આઘાતમાં છે. રડી રડીને તેની હાલત ખરાબ થઈ રહી છે. તેણે કહ્યું કે, જે બહેનને મેં બધું જ માની હતી, તેણે જ મારા પતિ પર નજર બગાડી. હવે મારી દીકરીઓનું શું થશે.

અત્‍યાર સુધી તો બંને કોઈ પત્તો લાગ્‍યો નથી. જેનાથી પરિવારની ચિંતા વધી ગઈ છે. તેમણે આશંકા છે કે, કયાંક કોઈ અઘટિત ઘટના ન ઘટી હોય. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને સંબંધિત સ્‍થાન પર દરોડા પાડી રહ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બંનેને ટૂંક સમયમાં શોધી લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી થશે

(12:12 PM IST)