News of Thursday, 22nd May 2025
ઈઝરાયલ સામે આ ખૂની જંગની કિંમત લોહીથી ચુકવવી પડશે :અમેરિકામાં બે કર્મચારીઓની હત્યા પર ઈઝરાયલની ચેતવણી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે ઈઝરાયલ સામે યહુદી વિરોધી ભાવનાની કેટલી ભયાનક કિંમત ચુકવવી પડી શકે છે

અમેરિકાના વોશિંગ્ટનમાં યહુદી મ્યુઝિયમ પાસે ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. શંકાસ્પદ આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. જે ફિલિસ્તાનની આઝાદીના નારા લગાવી રહ્યો હતો. હવે આ મામલે પીએમ બેન્જામીન નેતન્યાહુનું નિવેદન સામે આવ્યું છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી અર્ટોની જનરલ પામ બોન્ડી સાથે વાત કરી હતી. તેમણે પોતાના કર્મચારીઓની હત્યાને લઈને નારાજગી જાહેર કરતાં તેને યહુદીઓ પર આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે ઈઝરાયલ સામે યહુદી વિરોધી ભાવનાની કેટલી ભયાનક કિંમત ચુકવવી પડી શકે છે. ઈઝરાયલ સામે આ ખૂની જંગની કિંમત લોહીથી ચુકવવી પડશે.
વડાપ્રધાન નેતન્યાહુએ હુમલામાં માર્યા ગયેલા લોકો સામે પોતાની ઊંડી ભાવના વ્યક્ત કરી છે. નેતન્યાહૂએ અમેરિકામાં ઇઝરાયલના રાજદૂત સાથે વાત કરી અને ઘટનાની સંપૂર્ણ વિગતો માંગી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓને ફુલ સપોર્ટ આપશે. આ સાથે જ દુનિયાભરમાં સ્થિત ઈઝરાયલી દૂતાવાસો અને કર્મચારીની સુરક્ષા વધારવાની વાત કરી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
