<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સોના અને ચાંદીમાં ફરી તોફાની તેજી :ચાંદી રૂપિયા 1,01,000 ને પાર પહોંચી : સોનુ એક લાખ નજીક

ચાંદીના ભાવ 2,040 રૂપિયાના જંગી વધારા સાથે 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ સ્તરને પાર કરીને 1,01,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા

નવી દિલ્હી :ઝવેરીઓ અને સ્ટોકિસ્ટોની માંગમાં વધારો થવાને કારણે ગુરુવારે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. દિલ્હી ખાતે બુલિયન માર્કેટમાં આજે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂપિયા 200 રૂપિયા વધીને 98,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ સાથે જ 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ આજે 200 રૂપિયા વધીને 98,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સોના ઉપરાંત આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો હતો.

ગુરુવારે ચાંદીના ભાવ 2,040 રૂપિયાના જંગી વધારા સાથે 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ સ્તરને પાર કરીને 1,01,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા.

દરમિયાન આંતરરાષ્ટીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળતો હતો. ઔંસદીઠ સોનાનો ભાવ 26.07 ડોલર એટલે કે 0.79 ટકા ગગડી 3,288.29 ડોલર રહ્યા હતા.જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.56 ડોલર એટલે કે 1.65 ડોલર ગગડી 32.90 ડોલર રહ્યા હતા.

અમદાવાદ ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 99,000, અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 98,700 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલોદીઠ ભાવ રૂપિયા 1,000 વધી રૂપિયા 98,000 રહ્યો હતો.

 

(10:36 PM IST)