હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
PM મોદી 26-27 મેના ગુજરાત પ્રવાસે : દાહોદને મળશે 'મેક ઇન ઇન્ડિયા'નો નવો આયામ : ₹20,000 કરોડના ખર્ચે બનેલા રેલવે યુનિટમાંથી પ્રથમ 9000 HP એન્જિન દેશને સમર્પિત કરશે!
દાહોદમાં બનશે 'મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ' લખેલા 1200 લોકમોટિવ એન્જિન : 10,000 લોકોને રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને મળશે નવો વેગ!

ગાંધીનગર: 'ઓપરેશન સિંદૂર' બાદ પ્રથમ વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાની માતૃભૂમિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 26 અને 27 મેના રોજ તેઓ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લાઓમાં આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન કચ્છ જિલ્લાના મુખ્યાલય ભુજમાં આવેલા મિરજાપર રોડ પર જનસભાને સંબોધ્યા બાદ માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરશે. આ પ્રવાસનો સૌથી મોટો આકર્ષણ દાહોદમાં ₹20,000 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ અને ત્યાં બનેલા પ્રથમ 9000 હોર્સપાવર (HP) ના લોકમોટિવ એન્જિન ને દેશને સમર્પિત કરવાનો રહેશે. આ એન્જિન પર ખાસ 'મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ' લખેલું હશે, જે 'મેક ઇન ઇન્ડિયા' વિઝનને વધુ મજબૂત બનાવશે.
'મેક ઇન ઇન્ડિયા' વિઝન: દાહોદ બનશે રેલવે એન્જિનનું વૈશ્વિક હબ
દાહોદમાં PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ પર તૈયાર થયેલા આ રેલ કારખાનામાં આગામી 10 વર્ષમાં કુલ 1200 એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય છે, જે ભવિષ્યમાં દેશ-વિદેશમાં પણ નિકાસ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકમોટિવ એન્જિન ભવિષ્યમાં 100% 'મેક ઇન ઇન્ડિયા' ની થીમ પર આધારિત હશે. આ લોકમોટિવ એન્જિનની મુખ્ય વિશેષતા તેની 4600 ટન કાર્ગો વહન કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત, આ એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી (એર કંડિશનર) અને ટોઇલેટ ની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. દુર્ઘટનાઓથી બચવા માટે કવર સિસ્ટમ પણ પહેલેથી જ ગોઠવવામાં આવી છે. હાલમાં દાહોદમાં આવા 4 એન્જિન તૈયાર થઈ રહ્યા છે.
રોજગારીનો નવો દ્વાર અને સ્થાનિક અર્થતંત્રને વેગ
આ મેગા પ્રોજેક્ટને કારણે દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000 લોકોને રોજગારી મળશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને નોંધપાત્ર વેગ મળશે. વધુમાં, સૌથી ઓછી કિંમતના બિડર તરીકે ઉભરી આવેલી મલ્ટીનેશનલ કંપનીને રેલવે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ વસ્તુઓની જરૂર પડશે, જેના પરિણામે પાવર સેક્ટર અને એન્જિનિયરિંગ સેક્ટરની નાની-મોટી કંપનીઓ માટે આ વસ્તુઓની સપ્લાય કરવાનો મોટો અવસર ઊભો થશે.
નોંધનીય છે કે 9000 HP ના 6 એક્સલવાળા આ ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ એન્જિનોનું મેન્ટેનન્સ પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પુણે ડિપોમાં કરવામાં આવશે. વડાપ્રધાનના આ પ્રવાસથી ગુજરાતના વિકાસને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
