હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીયો પર ૫% રેમિટન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પસાર
‘વન બિગ, બ્યુટીફુલ બિલ' પસાર કરવામાં ટ્રમ્પ વહીવટી તંત્રની આકરી કસોટી થઈ, ૨૧૪ સામે માત્ર ૨૧૫ની નજીવી સરસાઇ જ મળીઃ ભારતીયોને ૧૦૦૦ ડોલર સામે ૫૦ ડોલર વેરો ચુકવવો પડશે : ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' શીર્ષક તરીકે જાણીતા આ બિલમાં ટેક્સ કાપ અને ઇમીગ્રેશનને લગતી આકરી જોગવાઇઓ સામેલ કરાઇ છે

નવી દિલ્હી,તા.૨૩: અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકોને અસર કરે તેવું એક મલ્ટિ-ટ્રિલિયન ડોલર ટેક્સ બ્રેક્સ પેકેજ તથા રેમિટન્સ પર પાંચ ટકા ટેક્સ લાદતું બિલ અમેરિકન સંસદના નીચલા ગળહ (હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સ)માં પસાર થયું છે. જોકે આ બિલ ૨૧૫ વિરુદ્ધ ૨૧૪ની અત્યંત પાતળી સરસાઈથી જ પસાર થયું હોવાને કારણે તેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત તરીકે નથી જોવાઈ રહ્યું. ટ્મ્પના પક્ષ રિપબ્લિકન્સના જ બે સાંસદો બિલનો વિરોધ કરવા ડેમોક્રેટસ સાથે જોડાયા હતા. ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' શીર્ષક તરીકે જાણીતા આ બિલમાં ટેક્સ કાપ અને ઇમીગ્રેશનને લગતી આકરી જોગવાઇઓ સામેલ કરાઇ છે. આ બિલને પસાર કરવામાં ટ્રમ્પ અને તેમના સાંસદોને આકરી કસોટીનો સામનો કરવો પડ્યો છે.
હવે આ બિલ સેનેટમાં જશે. જેની પાસે બિલની જોગવાઇઓને મંજૂર કરવા કે તેમાં ફેરફારની સત્તા રહેશે. જોકે ટ્રમ્પના સાથીઓએ આ બિલ પસાર થવાને એક જીત તરીકે જોઇ રહ્યા છે અને તેમણે ઉજવણી પણ કરી હતી.
આ કાયદો ૨૦૧૭ માં તેમના પ્રથમ વહીવટ દરમિયાન પસાર થયેલા ટૂંક સમયમાં સમાપ્ત થનારા કર કાપની જોગવાઇઓનો કાર્યકાળ વધારી દેશે. આ બિલની જોગવાઇ મુજબ ઓવરટાઇમ વર્ક અને ટિપ્સ પર વેરાને કામચલાઉ રીતે નાબૂદ કરે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ બન્ને વચનો આપ્યા હતા.
આ ઉપરાંત આ બિલમાં ખર્ચમાં નોંધપાત્ર કાપ મુકવામાં આવ્યો છે. જેમાં ઓછી આવક ધરાવતા અમેરિકનો માટે મેડિકેડ હેલ્થકેર પ્રોગ્રામ તેમજ ૪.૨ કરોડથી વધુ અમેરિકનો દ્વારા ઉપયોગમાં લેવાતા ફૂડ સહાય કાર્યક્રમ તોપનો સમાવેશ થાય છે. જોકે રિપબ્લકનોમાં જ આ મામલે ભારે વિરોધ હતો. જોકે ટ્મ્પે ખાનગીમાં સાંસદોને દબાણપૂર્વક સમજાવી દીધું કે તેઓ તેમના વાંધાઓ બાજુએ મુકી દે અથવા પરિણામો માટે તૈયાર રહે.
ડેમોક્રેટ્સે બિલનો આકરો વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે કાપને કારણે ઓછી આવક ધરાવતાં કરોડો અમેરિકનોને વધુ નકસાન કરશે. ન્યૂયોર્કના એક ડેમોક્રેટ્સ માઇનોરિટી લીડર હકીમ જેફરીઝે જણાવ્યું હતું કે ‘આનાથી બાળકોને અસર થશે. ર્નસિંગ હોમ કેસ અને હોમ કેર માટે મેડિકેડ પર આધાર રાખવા વળદ્ધ અમેરિકનોનું જીવન દુશ્કર બનશે.'
જોકે, આ કાયદાથી આગામી નાણાકીય વર્ષમાં યુએસના દેવામાં ઼૫.૨ ટ્રિલિયન (દ્વ૩.૯ ટ્રિલિયન)નો ઉમેરો થવાનો અને બજેટ ખાધમાં લગભગ ઼૬૦૦ બિલિયનનો વધારો થવાનો અંદાજ છે.
સાંસદોને મતદાન કરવાનું કહેવાયું તેના થોડાક કલાકો અગાઉ જ ૧,૦૦૦થી વધુ પાનાનો લેન્થી દસ્તાવેજ જારી કરાયો હતો. એનો મતલબ એમ થયો કે તેમાં અન્ય જોગવાઇઓ સામેલ થઇ શકે છે અને હજી કેટલીક બાબતો શોધવાની જ બાકી છે.
સેનેટને પણ બિલને મંજૂરી આપવી પડશે. જોકે તે પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. જો ત્યાં સાંસદોમાં આવી જ સ્થિતિ રહી તો ફરીથી વધુ એક હાઇ-સ્ટેક્સ મતદાન માટે ગળહમાં પાછો ફરશે. જેમાં ખોટું થવાની સંભાવના છે.
એક અન્ય ફેરફારમાં ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. જે ૨૦૨૮ સુધી વધારીને ૨,૫૦૦ ડોલર કરાઇ છે. પરંતુ સોશિયલ સિકયોરિટી નંબર્સ ધરાવતા હોય તેમના બાળકોને જ તેનો લાભ મળશે. આમાં અમેરિકન નાગરિકો હોય પરંતુ દસ્તાવેજો ન હોય તેવા અનેક પરિવારો તેનાથી વંચિત રહી જશે. આ બિલમાં સરહદે અનેક પગલા માટે ૧૨ અબજ ડોલરની ફાળવણીની જોગવાઇ કરાઇ છે. જેમાં ફીઝિકલ બેરિયર્સ ઉપરાંત ડિટેન્શન કેપિસિટી વધારવા સહિતના પગલાનો સમાવેશ થાય છે. મતલબ સ્પષ્ટ છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર ઘૂસણખોરો સામે વધુ આકરી કાર્યવાહી માટે સજ્જ બનશે. આ બિલમાં ૩૫૦ અબજ ડોલરના નવા ખર્ચાઓ સામેલ કરાયા છે. જેમાં ૧૫૦ અબજ ડોલર પેન્ટાગોનને જશે. જેમાં પ્રમુખના નવા ‘ગોલ્ડન ડોમ' ડિફેન્સ શીલ્ડનો પણ સમાવેશ થાય છે. બાકીની રકમ ટ્રમ્પના જંગી ડિપોર્ટેશન અને બોર્ડર સિકયોરિટી એજન્ડા માટે છે.
ભારતીયોને ૧૦૦૦ ડોલર સામે ૫૦ ડોલર વેરો ચુકવવો પડશે
આ બિલ પસાર થવાને કારણે અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. આ વખતે મામલો વિઝા કે દેશનિકાલનો નથી. આ વખતે રેમિટેન્સિઝને લગતો કેસ છે. અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકો જો વિદેશોમાં નાણાં મોકલશે તો તેમને તે રકમ પર પાંચ ટકા ટેક્સની ચુકવણી કરવી પડશે. મતલબ તેઓ ૧,૦૦૦ ડોલર મોકલે છે તો તેમને ૫૦ ડોલર ટેક્સપેટે ચુકવવાના રહેશે. આ નોન-સિટીઝન્સમાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સ અને એચ-૧બી અને એચ-૨એ વિઝા પર કામ કરતાં લોકોનો પણ સમાવેશ થાય છે. આનો અમલ ચોથી જુલાઇ, ૨૦૨૫થી થશે.
વિશ્વ બેન્કના આંકડા મુજબ ભારતને ૨૦૨૪માં ૧૨૯ અબજ ડોલરનું રેમિટેન્સ મળ્યું હતું. જેમાં ૨૮ ટકા રકમ તો અમેરિકામાંથી જ આવે છે. ધ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટીવે ચેતવણી આપી છે કે આ સૂચિત વેરાને કારણે ભારતને મળતાં રેમિટેન્સિસમાં ૧૦-૧૫ ટકાનો ઘટાડો થઇ શકે છે. આમ ભારતને વાર્ષિક ૧૨-૧૮ અબજ ડોલરની ઘટ પડી શકે છે. એક અર્થશાષાીના જણાવ્યાનુસાર, જો રેમિટન્સની અસર સંપૂર્ણ રહી તો રૂપિયો પણ અમેરિકી ડોલર સામે રૂ.૧થી ૧.૫ નબળો પડી શકે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં અમેરિકામાંથી ૪૫ લાખ ભારતીયોએ ૩૨ અબજ ડોલર ઘરે મોકલ્યા હતા. આની અસર અમેરિકામાં લોંગ-ટર્મ વિઝા અને ગ્રીન કાર્ડ્સ પર રહેતાં અને ઘરે પૈસા મોકલતાં તમામ ભારતીયોને અસર થશે. એચ-૧ બી વર્કર્સને પણ અસર થશે. ગત વર્ષે અબજો ડોલર દેશમાં મોકલાયા હતા. કેરળ, યુપી અને બિહાર જેવા રાજ્યો રેમિટન્સની આવક પર વધુપડતાં આધારિત હોય છે. તેમને પણ અસર થઇ શકે છે કેમ કે રેમિટેન્સ ઘણાં પરિવારો માટે જીવનદોરી સમાન છે.(૪૦.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
