<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ગરમીથી બચવા આખો પરિવાર ATMમાં જઈને સૂઈ ગયો

આખો પરિવાર ચાદર અને ચટાઈ લઈને એસીની ઠંડકમાં મસ્‍ત સૂઈ ગયો હતો

ઝાંસી તા.૨૩: ઉત્તર પ્રદેશના ઝાંસીનો એક અજીબ વિડિયો વાઇરલ થયો છે. એમાં આખો પરિવાર ATMમાં સૂતો છે. આ વિસ્‍તારમાં ઘણા કલાકો સુધી વીજળી નહોતી અને ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ ચૂકયો હતો એવામાં ગરમી અને પસીનાથી રાહત મેળવવા માટે પરિવારે ATMની અંદર ચાલતા એર-કન્‍ડિશનરનો સહારો લીધો હતો. આખો પરિવાર ચાદર અને ચટાઈ લઈને એસીની ઠંડકમાં મસ્‍ત સૂઈ ગયો હતો.

(10:38 AM IST)