<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

૧૩૩ વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ

ચરાડવા મહાકાલી આશ્રમના મહાન સંતની વિદાયથી આધ્‍યાત્‍મિક જગત શોકાતુર : આજે સવારે પાર્થિવદેહના દર્શનાર્થે ભાવિકો ઉમટયાઃ પાલખીયાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ : સાંજે શ્રી મહાકાળી મંદિરે સમાધી અપાશે : ધર્મક્ષેત્ર સ્‍તબ્‍ધ : દશ મહાવિદ્યાના સાધક પૂ. દયાનંદગીરીબાપુને દૈવી સાક્ષાત્‍કાર થયો હતોઃ યોગ-આયુર્વેદ-મંત્ર વિદ્યા સિધ્‍ધ કરી હતીઃ અસંખ્‍ય લોકોના દુખ-દર્દ દુર કર્યા હતાઃ સિધ્‍ધીઓથી ભરપૂર દિવ્‍યાત્‍માની વિદાયથી અશ્રુઓ વહ્યા

 

રાજકોટ, તા., ર૩:

ૐ ક્રીં કાલીકાયૈ નમઃ

મોરબી-હળવદ માર્ગ પર આવેલા ચરાડવા ગામ પાસે શ્રધ્‍ધાના સ્‍થાનક મહાકાળી આશ્રમના સ્‍થાપક પૂ. દયાનંદગિરિબાપુ ૧૩૩ વર્ષની વયે મહાપ્રયાણ કર્યુ છે. આજે વહેલી સવારે પ.૩૦ વાગ્‍યે તેઓએ દેહત્‍યાગ કર્યો હતો. પૂ.બાપુ અપાર લોકચાહના ધરાવતા હતા. અસંખ્‍ય લોકોના દુઃખ-દર્દ દૂર કર્યા હતા. તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્‍યાત્‍મીક માર્ગે વિચરી રહયા છે.

રાજકોટ-મોરબી-હળવદ વચ્‍ચે આવેલ ચરાડવા ખાતેના જગ પ્રસિધ્‍ધ મહાકાલી મંદિરના મહંત પૂજય દયાનંદગીરી બાપુએ આજે વ્‍હેલી સવારે પ.૩૦ વાગ્‍યે દેહ છોડી દીધો હતો. અંતિમ સમયે નાના બાપુ પૂજય અમરગીરીબાપુ ગુરૂ દયાનંદગીરી મહારાજ, અકિલા પરિવારના કિરીટભાઇ ગણાત્રા, રાજેશ માકાસણા (પટેલ), પ્રદીપ કુંડારીયા, રાજદીપસિંહ ઝાલા, રવિ ગજ્જર, મયુર માકાસણા, રસીક સાગઠીયા હાજર હતા.

પૂ. દયાનંદગિરિબાપુના પાર્થિવદેહને આજે સવારે ચરાડવાના શ્રી મહાકાળી માતાજીના આશ્રમે દર્શનાર્થે રાખવામાં આવ્‍યો છે. જયાં મોટી સંખ્‍યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટયા છે.

પૂ. દયાનંદગીરીબાપુની  ચરાડવા ગામમાં બપોરે ૧૧ વાગ્‍યે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતાં. આ પાલખી યાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ કરાયુ હતું.

આજે અગીયારસના દિવસે સાંજે પ.૩૦ વાગ્‍યે ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે સમાધી આપવામાં આપશે.

‘અકિલા' ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા' મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ‘અકિલા' વેબ એડિશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા, સહિત ‘અકિલા' પરિવારે ર મીનીટ મૌન પાળીને શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

પૂ. દયાનંદગિરીબાપુની વિદાયથી આધ્‍યાત્‍મિક જગત સ્‍તબ્‍ધ થયું છે. મુળ ઓરિસ્‍સા પ્રાંતના પૂ. દયાનંદગીરીજીએ ચરાડવા ખાતે આશ્રમ સ્‍થાપીને દિવ્‍ય ઉર્જા વહાવી હતી. તેઓ દશ મહાવિદ્યાના ઉપાસક હતા અને દિવ્‍યશકિતનો સાક્ષાત્‍કાર થયો હતો. યોગ-આયુર્વેદ-મંત્ર વિદ્યા સહિતની અનેક સિધ્‍ધિઓ ધરાવતા હતાં. અલૌકિક ઉર્જાની અનુભૂતિ કરાવવાની શકિત ધરાવતા પૂ. દયાનંદગીરીબાપુની વિદાયની ધર્મક્ષેત્ર શોકાતુર બન્‍યું છે.

પૂ. બાપુએ દેહ ત્‍યાગ કર્યો ત્‍યારે અંતિમ સમયે નાનાબાપુ પૂ. અમરગિરીબાપુ ગુરુ દયાનંદગીરીજી મહારાજ, ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અગ્રણીઓ રાજેશભાઇ માકાસણા, પ્રદીપ કુંડારીયા, રાજદીપસિંહ ઝાલા, રવિ ગજજર, મયુર માકાસણા, રસિક સાગઠીયા વગેરે ઉપસ્‍થિત હતાં. (૪.૨૦)

 

અકિલા પરિવાર પ્રત્‍યે બાપુનો અપાર લગાવ

દોઢ દાયકાથી પૂ. દયાનંદગીરીબાપુ સાથે અકિલા પરિવારનો અતૂટ નાતો રહ્યો હતો. મુકુંદભાઇ બદિયાણી અને મનોજભાઇ અનડકટ દ્વારા પૂ. દયાનંદગીરીબાપુ સાથે મુલાકાત થઇ હતી જે છેવટ સુધી પિતા-પુત્ર સમાન રહી હતી. પૂ. બાપુનો કિરીટભાઇ-અજીતભાઇ-નિમિષ સહિત સમગ્ર પરિવાર ઉપર અનંત આશિર્વાદ વરસતા રહ્યા હતા. બાપુની અંતિમ વિદાય સમયે તેમની પાસે રહેવાનો જીવનભર ન ભૂલાય તેવો અમૂલો  અવસર સાંપડેલ.

(11:29 AM IST)