હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગ્રાહક પંચાયતે ટિપ આપવા દબાણ કરવાની ''અનૈતિક પ્રથા''ની ફરિયાદ બાદ ઉબેર સહિતની કંપનીઓને નોટિસ
ખાનગી કેબ કંપનીઓ દ્વારા ઝડપી સેવા માટે ધરાર 'ટિપ'નો આતંક : આ તો 'સત્તાવાર લાંચ'છે અને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરી કંપનીની તિજોરી ભરવાની રીત છે : કમલાકર શેનોય

મુંબઈ ગ્રાહક પંચાયત (એમજીપી) દ્વારા ખાનગી કેબ એગ્રીગેટર્સ દ્વારા ઝડપી સેવા માટે ગ્રાહકોને 'ટિપ' આપવા દબાણ કરવાની ''અનૈતિક પ્રથા''ની ફરિયાદ બાદ, સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)એ ઉબેર સહિતની મોટી કંપનીઓને નોટિસ જારી કરી સ્પષ્ટીકરણ માંગ્યું છે. સીસીપીએ આ પ્રથાને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન અને કન્ઝયુમર પ્રોટેકશન એકટ હેઠળ અયોગ્ય વેપાર પ્રથા ગણાવી છે. ફરિયાદની વિગતો : એમજીપીની ફરિયાદમાં જણાવાયું છે કે ગ્રાહકોને વાહનોની અછતના નામે ઝડપી કેબ સેવા માટે વધુ ચૂકવણી કરવા દબાણ કરવામાં આવે છે, જે એલ્ગોરિધમિક શોષણનો કેસ છે. એમજીપીના ચેરમેન એડવોકેટ શિરીષ દેશપાંડેએ આરોપ લગાવ્યો કે ઉબેર ગ્રાહકોના વ્યવહારને નિયંત્રિત કરી રહ્યું છે. ઉબેર વાહનોની અછત દર્શાવીને ગ્રાહકોને વધુ ચૂકવણી માટે પ્રેરે છે. આ એલ્ગોરિધમિક શોષણનો કેસ છે, તેમણે જણાવ્યું. ગ્રાહક હક્ક કાર્યકર્તા કમલાકર શેનોયે આને ઙ્કસત્તાવાર લાંચઙ્ખ સાથે સરખાવી, કહ્યું કે આ ગ્રાહકોના ખિસ્સા ખાલી કરી કંપનીની તિજોરી ભરવાની રીત છે. સીસીપીએની કાર્યવાહી : સીસીપીએના મુખ્ય કમિશનર નિધિ ખરેએ જણાવ્યું, પ્રાથમિક તપાસમાં આ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન અને અયોગ્ય વેપાર પ્રથાનો કેસ લાગે છે. અન્ય પ્લેટફોર્મ્સની પણ તપાસ ચાલી રહી છે. સીસીપીએ નેશનલ કન્ઝયુમર હેલ્પલાઇન (૧૯૧૫) દ્વારા મળેલી ફરિયાદો અથવા પોતાની પહેલથી પણ કાર્યવાહી કરે છે. સુરક્ષા પર પણ સવાલ : આ વિવાદની વચ્ચે ગયા અઠવાડિયે દાદરમાં એક ઉબર ડ્રાઇવરે નાબાલિક છોકરીને એકાંત જગ્યાએ લઈ જઈને છેડતી કરી હોવાનો કેસ સામે આવ્યો. આ ઘટનામાં શેનોયે જણાવ્યું, કંપનીઓ ડ્રાઇવરના વર્તનથી હાથ ન ધોઈ શકે. ગ્રાહક સુરક્ષા માટે પ્રોટોકોલનું પાલન જરૂરી છે. ગ્રાહકોનો અનુભવ : રીમા ચૌલાએ, જેઓ ઉબેર સામે કન્ઝયુમર પ્રોટેકશન કમિશનમાં કેસ લડી રહ્યા છે, જણાવ્યું, ઉબેરે મને અડધી રાતે બીમાર પાળતુ પ્રાણી સાથે અટવાયેલી છોડી દીધી. હવે ટિપના નામે ફરજિયાત ફી લેવાય છે, આ નવીનતા નહીં, શોષણ છે. અન્ય ગ્રાહક બિનેશ બાલકૃષ્ણને શંકા છે કે આ ટિપ ડ્રાઇવરો સુધી પહોંચે છે કે નહીં. ગણેશ ચિંડારકરે જણાવ્યું, ડ્રાઇવરો ફરિયાદ કરે છે કે કંપની ઓછું ભાડું બતાવે છે અને તેમને ઓછું ચૂકવે છે, જેના કારણે તેઓ ગ્રાહકો પાસે વધુ પૈસા માંગે છે. આગળની કાર્યવાહી : સીસીપીએ અધિકારીઓએ જણાવ્યું કે ઉબરના જવાબના આધારે દંડ, આ પ્રથા બંધ કરવાનો આદેશ કે વધુ કડક નિયમો લાગુ કરાઈ શકે છે. સમાન ભાવ નિયંત્રણની રીતો અપનાવતા અન્ય પ્લેટફોર્મ્સ પણ તપાસ હેઠળ છે.
મુખ્ય આરોપો શું છે?
ઝડપી કેબ માટે 'ટિપ'ના નામે વધુ ચૂકવણીનું દબાણ.
વાહનોની અછત દર્શાવી એલ્ગોરિધમિક શોષણ.
ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન અને અયોગ્ય વેપાર પ્રથા.
ડ્રાઇવરો દ્વારા ઓછા ભાડાની ફરિયાદ, ગ્રાહકો પાસે વધુ પૈસાની માંગ.
સુરક્ષા અને જવાબદારી
દાદરમાં નાબાલિક સાથે છેડતીની ઘટનાએ સુરક્ષા પર સવાલ.
કંપનીઓએ ડ્રાઇવરોના વર્તનની જવાબદારી લેવી જરૂરી.
ગ્રાહક સુરક્ષા પ્રોટોકોલનું પાલન ફરજિયાત.
સીસીપીએ : ઉબરના જવાબ બાદ દંડ કે કડક નિયમો લાગુ થઈ શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
