<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

પૂ.દયાનંદગીરી બાપુ જીવનભર લોકસેવા અને ધર્મના પ્રચાર માટે કાર્યરત રહ્યાઃ વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ

 

રાજકોટઃ પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્‍યું હતું કે મોરબીના ચરાડવા ખાતેના -સિદ્ધ મહાકાળી મંદિરના મહંત પૂજ્‍ય દયાનંદગીરી બાપુના અવસાનના સમાચાર ઘણા દુઃખદ છે. સમગ્ર જીવનભર બાપુ લોકસેવા અને ધર્મના પ્રચાર માટે કાર્યરત રહ્યા. તેમની આધ્‍યાત્‍મિક ચેતના સૌ અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહેશે.દયાનંદગીરી બાપુના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ૐ શાંતિ...(૪૦.૨૯)

(2:45 PM IST)