<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

આતંકવાદી હુમલાથી કાશ્‍મીરને વધુ એક નુકશાન

પહેલગામ હુમલા બાદ અનેક શુટીંગ સ્‍થગીત

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુઃ તા.૨૩: જમ્‍મુના પહેલગાવમાં ગત ૨૨ એપ્રિલના રોજ થયેલ આતંકી હુમલાબાદ અનેક ફિલ્‍મોના શુટીંગ સ્‍થગીત થયા છે. હુમલા બાદથી એન્‍ટરટેઇનમેન્‍ટના ઇન્‍ડસ્‍ટ્રીઝ પહેલગાવથી અંતર બનાવી  લીધું છે.

 શ્રીનગર સ્‍થિત પ્રોડયુસર સાઇમાએ જણાવેલ કે મે અને જુનમાં અમારી પાસે ફિલ્‍મો અને મોટા બજેટની વેબ સીરીઝ સહિત ચાર મુખ્‍ય શુટીંગની યોજના હતી જે પહેલગાવના ઘાસના મેદાનોમાંશુટ કરવાના હતા. જો કે હુમલા બાદ નિર્માતાઅએ મનાલી, સિમલા અને વિદેશ તરફના વિકલ્‍પો શોધ્‍યા છે.

(3:12 PM IST)