<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

Jioનો નવો ધમાકોઃ ૪૮ રૂપિયાથી લઈને ૫૪૫ રૂપિયા સુધીના ૫ નવા પ્‍લાન કર્યા લોન્‍ચ

રિલાયન્‍સ જિયોએ ગેમિંગ અને ડેટાના શોખીનો માટે પાંચ નવા પ્રીપેડ પ્‍લાન્‍સ રજૂ કર્યા

 

 

મુંબઇ તા.૨૨: રિલાયન્‍સ જિયોએ ગેમિંગ અને ડેટાના શોખીનો માટે પાંચ નવા પ્રીપેડ પ્‍લાન્‍સ રજૂ કર્યાં છે, જે JioGames Cloud ના ફ્રી સબ્‍સક્રિપ્‍શન સાથે આવે છે. આ પ્‍લાન ૪૮ રૂપિયાથી શરૂ થઈ ૫૪૫ રૂપિયા સુધીના છે. આ પ્‍લાન્‍સ ખાસ પ્રીપેડ યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્‍યા છે.  JioGames Cloud, જિયોની ક્‍લાઉડ ગેમિંગ સેવા, યુઝર્સને ગેમ ડાઉનલોડ કર્યા વગર સ્‍માર્ટફોન, પીસી અને જિયો સેટ-ટોપ બોક્‍સ પર પ્રીમિયમ ગેમ્‍સ રમવાની સુવિધા આપે છે. આ પ્‍લાન્‍સ જિયોની ૫જી અને ફાઇબર સેવાઓની સાથે ભારતમાં વધતા ક્‍લાઉડ ગેમિંગ માર્કેટને ટાર્ગેટ કરે છે. પોસ્‍ટપેડ અને બ્રોડબેન્‍ડ યુઝર્સને હજુ તેનો લાભ મળશે નહીં. આવો તમને આ પ્‍લાન વિશે જણાવીએ.

Jio નો ૪૮ રૂપિયાનો પ્‍લાન

જિયોનો ૪૮ રૂપિયાનો પ્રીપેડ પ્‍લાન ૩ દિવસની વેલિડિટી સાથે આવે છે. તે ૧૦MB ડેટા અને ૩ દિવસ માટે JioGames Cloud નું ફ્રી સભ્‍યપદ આપે છે. આ એક ડેટા વાઉચર છે, જે માટે એક બેઝ પ્રીપેડ પ્‍લાન એક્‍ટિવ હોવો જરૂરી છે. આ પ્‍લાન તે યુઝર્સ માટે સારો છે જે ઓછા સમય માટે ગેમિંગ અજમાવવા ઈચ્‍છે છે.

Jio નો ૯૮ રૂપિયાનો પ્‍લાન

જિયોનો ૯૮ રૂપિયાનો પ્રીપેડ પ્‍લાન ૭ દિવસની વેલિડિટી સાથે આવે છે. તે ૧૦MB ડેટા અને ૭ દિવસ માટે JioGames Cloud નું ફ્રી સભ્‍યપદ આપે છે. આ એક ડેટા વાઉચર છે, જે માટે એક બેઝ પ્રીપેડ પ્‍લાન એક્‍ટિવ હોવો જરૂરી છે. આ પ્‍લાન તે યુઝર્સ માટે સારો છે જે ઓછા સમય માટે ગેમિંગ અજમાવવા ઈચ્‍છે છે.

Jio નો ૨૯૮ રૂપિયાનો પ્‍લાન

જિયોનો ૨૯૮ રૂપિયાનો આ પ્‍લાન ૨૮ દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્‍લાનમાં ૩જીબી ડેટા અને ૨૮ દિવસ માટે JioGames Cloud નું એક્‍સેસ આપવામાં આવે છે. આ પ્‍લાન જે લોકો લાંબા સમય સુધી ગેમિંગની મજા માણવા ઈચ્‍છે છે તેના માટે સારો છે.

Jio નો ૪૯૫ રૂપિયાનો પ્‍લાન

જિયોના ૪૯૫ રૂપિયાના પ્‍લાનમાં ૨૮ દિવસની વેલિડિટી મળે છે. તેમાં દરરોજ ૧.૫ જીબી ડેટા, ૫GB એક્‍સ્‍ટ્રા ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ SMS મળે છે. આ સિવાય JioGames Cloud, જિયો હોટસ્‍ટાર મોબાઇલ સબ્‍સક્રિપ્‍શન, ફેન કોડ સબ્‍સક્રિપ્‍શન, જિયો ટીવી અને JioAICloud નો લાભ મળે છે.

Jio નો ૫૪૫ રૂપિયાનો પ્‍લાન

જિયોનો આ શાનદાર પ્‍લાન ૨૮ દિવસની વેલિડિટી સાથે આવે છે. તે ૨જીબી ડેલી ડેટા, ૫જીબી બોનસ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ ૧૦૦ એસએમએસ અને અનલિમિટેડ ૫જી ડેટા મળે છે. આ સાથે ૨૮ દિવસ માટે JioGames Cloud, JioHotstar Mobile, Fancode, JioTV, અને JioAICloud નું ફ્રી સબ્‍સક્રિપ્‍શન મળે છે. આ પ્‍લાન ગેમિંગ, સ્‍ટ્રીમિંગ અને હાઈ-સ્‍પીડ ડેટા માટે પ્રીમિયમ ઓપ્‍શન છે.(૩૮.૩૦)

 

(3:28 PM IST)