<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અનિલ અંબાણીની રિલાયન્સ પાવરના શેરમાં વ્યાપક ખરીદી : 2,000 કરોડનો ઓર્ડર મળતા શેરની કિંમતમાં 16 ટકા ઉછાળો

રિલાયન્સ પાવરને ભૂટાનની ડુક હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની સાથે મળી સોલર પાવર પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય

મુંબઈ :ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણી (Anil Ambani)ના વડપણ હેઠળની રિલાયન્સ પાવરના શેર (Reliance Power Share)માં વ્યાપક પ્રમાણમાં ખરીદી જોવા મળી છે. કંપનીના શેરમાં આજે 16 ટકાથી વધારે તેજી જોવા મળી હતી.

રિલાયન્સ પાવરના શેરની કિંમત આજે ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 53.10 બોલાઈ બજાર કામકાજને અંતે ભાવ રૂપિયા 7.35 એટલે કે 16.48 ટકાની તેજી સાથે રૂપિયા 51.94 રહ્યો હતો.

મીડિયા અહેવાલ પ્રમાણે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરને ડુક હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની સાથે મળી સોલર પાવર પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. ડુક ભૂટાનની કંપની છે. આ પ્રોજેક્ટની કિંમત રૂપિયા 2,000 કરોડ હોવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ આશરે 500 મેગાવોટનો છે. ભૂટાનના સોલર સેક્ટરમાં સૌથી મોટું વિદેશી રોકાણ હોવાનું માનવામાં આવે છે.

 

(9:23 PM IST)