હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
અરબી સમુદ્રમાં સિસ્ટમનો નાટકીય વળાંક : વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ-પૂર્વ તરફ ફંટાઈ
રત્નાગીરી નજીક ગણપતિપુલે ખાતે લેન્ડફોલની શક્યતા! : હવામાન નિષ્ણાત ગૌરવ રાણીંગાનું લેટેસ્ટ હવામાન અપડેટ

રાજકોટ: અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમે અચાનક નાટકીય વળાંક લીધો છે. હવામાન નિષ્ણાત ગૌરવ રાણીંગા દ્વારા આપવામાં આવેલી લેટેસ્ટ અપડેટ મુજબ, 'વેલમાર્ક લો પ્રેશર' સિસ્ટમ છેલ્લા ૧૨ કલાકમાં દક્ષિણ-પૂર્વ દિશામાં ફંટાઈ ગઈ છે.
આજે સવારે આ સિસ્ટમ ૧૮° ઉત્તર અક્ષાંશથી ૧૬.૯° ઉત્તર અક્ષાંશ તરફ આગળ વધી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સની આંતરરાષ્ટ્રીય ચક્રવાત ટ્રેકિંગ એજન્સીઓ અનુસાર, આ સિસ્ટમ હવે મહારાષ્ટ્રના રત્નાગીરી નજીક ગણપતિપુલે આસપાસ લેન્ડફોલ (જમીન પર ટકરાવાની) થવાની શક્યતા છે. અત્યાર સુધી અનિશ્ચિતતા અને સસ્પેન્સથી ભરેલી અરબી સમુદ્રની આ સિસ્ટમે હવે વિપરીત દિશામાં ગતિ કરીને વધુ એક અપેક્ષિત વળાંક આપ્યો છે, જેના કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરાયું છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
