હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. એક તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રમાણે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 45 રૂપિયા ઘટીને 95,471 રૂપિયા થયો છે. અગાઉ 24 કેરેટ સોનાનો ભાવ 95,516 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ ઘટીને 87,451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 87,493 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂપિયા 71,603 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા રૂપિયા 71,637 હતો.
સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 390 રૂપિયા વધીને 96,909 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે પહેલા રૂપિયા 96,519 પ્રતિ કિલો હતો. વાયદા બજારમાં સોના અને ચાંદીમાં પણ વિપરીત વલણ જોવા મળ્યું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM