News of Friday, 23rd May 2025
છોટાઉદેપુરના બોડેલી-ડભોઇ રોડ પર નવાપુરા ટર્નિંગ પાસે ઓરા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત:ત્રણ લોકોના મોત
ઓરા કારમાં સવાર 3 સરકારી કર્મીઓનું ઘટના સ્થળે જ મોત : રીક્ષામાં સવાર 6 લોકોને ગંભીર રીતે ઈજા

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે ગમખ્વાર અકસ્મત સર્જાયો હતો, ઓરા કાર અને રક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓરા કારમાં 3 લોકો સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન એક રીક્ષા સાથે ભયાનક રીતે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ઓરા કારમાં સવાર 3 સરકારી કર્મીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો રીક્ષામાં સવાર 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
રીક્ષા અને કારનું અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.તેમજ રીક્ષામાં ઘાયલોને બહાર કઢાયા હતા. જે બાદ એમ્બ્યુલન્સને બોલાવીને ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તો મૃતક 3 સરકારી કર્મીઓની મૃતદેહો કાર બહાર કઢાયા હતા. કાર અને રીક્ષા વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા, 3 છોકરી અને 1 પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
