<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ટ્રમ્પની 25 ટકા ટેરીફની ધમકીથી એપ્પલના શેરમાં વેચવાલી વધી : 4 ટકાનો મોટો કડાકો

યુએસ શેરબજારના તમામ મુખ્ય એક્સચેન્જ લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે

મુંબઈ :દિગ્ગજ અમેરિકન ટેક કંપની એપલના શેરમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે એપલના શેર 4% ઘટીને 193.46 ડોલરની નીચી સપાટીએ પહોંચ્યા.

 આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ધમકી આપી હતી કે જો કંપની અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન અમેરિકાને બદલે ભારતમાં કે અન્ય કોઈ દેશમાં કરશે તો તેને આયાત પર 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ટ્રમ્પની આ ધમકીને કારણે, યુએસ શેરબજારમાં એપલના શેરમાં ભારે વેચવાલી થઈ અને રોકાણકારોએ તેમના શેર વેચીને બહાર નીકળવાનું શરૂ કર્યું.

શુક્રવારે રાત્રે 11.32 વાગ્યે (યુએસમાં બપોરે 2.02 વાગ્યે), નાસ્ડેક પર એપલના શેર 2.55% (5.13 ડોલર) ઘટીને 196.23 પર ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે ટેરિફ પર ટ્રમ્પની પોસ્ટથી વોલ સ્ટ્રીટ પર વેચવાલી શરૂ થઈ હતી અને ડાઉ 30 શરૂઆતના કામકાજમાં 0.94 ટકા (391.47 પોઈન્ટ) ઘટીને 41,467.60 પર બંધ રહ્યો. આ ઉપરાંત S&P500 પણ સવારે 10:15 વાગ્યાની આસપાસ 64.68 અથવા 1.11% ઘટીને 5777.33 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ સૌથી મોટો ઘટાડો રહ્યો, જે 261.83 પોઈન્ટ (1.38%) ઘટીને 18,663.90 પર ટ્રેડ થયો.

(12:24 AM IST)