હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અભિષેક શર્માએ ગગનચુંબી સિક્સ ફટકારીને કર્યું નુકસાન: અનુષ્કા શર્માનું રિએક્શન થયું ખુબ વાયરલ : જુઓ વિડિયો
અભિષેકે ભુવીના એક બોલ પર જબરદસ્ત શોટ રમ્યો અને બોલને સીધો બાઉન્ડ્રી લાઇનની પાર મોકલી દીધો

Abhishek Sharma six broke the glass of tata curve SUV😱 #RCBvsSRH pic.twitter.com/MyQS4g2aV1
— Cricket Buzz (@CricketBuzzIN) May 23, 2025
લખનઉના એકાના મેદાન પર અભિષેક શર્માએ બેટથી જોરદાર ધમાલ મચાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનરે ટૂંકી પણ પૈસા વસૂલ ઇનિંગ રમી. અભિષેકે 17 બોલમાં 34 રનની જ્વલંત ઇનિંગ રમી. 200ની સ્ટ્રાઇક રેટથી રમતા અભિષેકે 3 ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા. અભિષેકે તેની ઇનિંગ દરમિયાન સિક્સર મારીને મોટું નુકસાન પહોંચાડ્યું. ઓપનિંગ બેટ્સમેનનો શોટ જોઈને અનુષ્કા શર્માનું રિએક્શન પણ વાયરલ થયું હતું.
ભુવનેશ્વર કુમાર સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની બીજી ઓવર ફેંકી રહ્યો હતા. અભિષેકે ભુવીના એક બોલ પર જબરદસ્ત શોટ રમ્યો અને બોલને સીધો બાઉન્ડ્રી લાઇનની પાર મોકલી દીધો. અભિષેકના બેટમાંથી મારવામાં આવેલી આ સિક્સર સીધી જ પાર્ક કરેલી ટાટા કર્વ કાર સાથે અથડાઈ હતી. શોટ એટલો જોરદાર હતો કે કારનો આગળનો કાચ તૂટી ગયો. આ દ્રશ્ય જોઈને, સ્ટેન્ડમાં હાજર અનુષ્કા શર્મા પણ થોડી અસ્વસ્થ અને ઉદાસ દેખાઈ હતી. અભિષેકે સનરાઇઝર્સ હૈદરાબાદને ધમાકેદાર શરૂઆત આપી અને ટ્રેવિસ હેડ સાથે પ્રથમ વિકેટ માટે 54 રન ઉમેર્યા. અભિષેકને 34 રનના સ્કોર પર લુંગી એનગિડીએ પેવેલિયન મોકલ્યો.
આઈપીએલ 2025માં 10 ઇનિંગ્સ પછી ઈશાને અડધી સદી ફટકારી. ઈશાને પોતાની અડધી સદી પૂર્ણ કરવા માટે 28 બોલનો સામનો કર્યો. પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, ઇશાને પોતાનું જોરદાર ફોર્મ ધારણ કર્યું અને આગામી 20 બોલમાં 44 રન બનાવ્યા. ઈશાને 94 રનની અણનમ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ઇશાનની જ્વલંત ઇનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 231 રન બનાવ્યા. ઇશાન ઉપરાંત, હેનરિક ક્લાસેન 13 બોલમાં 24 રન બનાવ્યા, જ્યારે અનિકેત વર્માએ માત્ર 9 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં કેપ્ટન પેટ કમિન્સે 6 બોલમાં 13 રન બનાવ્યા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
