<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

બ્રિટનની કડક વિઝા નીતિની અસર : સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ-કામદારો ઘરે પાછા ફર્યા

બ્રિટનની કડક વિઝા નીતિઓને કારણે ૨૦૨૪ માં દેશ છોડીને જતા લોકોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો સૌથી વધુ હતા : કુલ ચોખ્‍ખા પ્રવાસનમાં ૪.૩૧ લાખનો ઘટાડો થયો છેઃ ભારતીયો પછી ચીની, નાઇજિરિયન, પાકિસ્‍તાની અને અમેરિકન નાગરિકો આવે છે

 

 

લંડન,તા.૨૪: બ્રિટનની કડક વિઝા-ઇમિગ્રેશન નીતિઓની અસર દેશના તાજેતરના -વાસનના આંકડાઓમાં જોવા મળી છે. તેમના મતે, કુલ પ્રવાસનમાં ઘટાડો થયો હોવા છતાં, ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો ગયા વર્ષે દેશ છોડીને જતા વિદેશીઓનો સૌથી મોટો સમૂહ બન્‍યા છે. અભ્‍યાસ માટે આવેલા લગભગ ૩૭,૦૦૦ ભારતીયો અને કામના કારણોસર આવેલા ૧૮,૦૦૦ લોકો અને અન્‍ય અનિヘતિ કારણોસર આવેલા ૩,૦૦૦ લોકો સ્‍થળાંતર વલણમાં મોખરે છે. આ પછી ચીની વિદ્યાર્થીઓ અને કામદારો (૪૫,૦૦૦) આવે છે.

આ માહિતી યુકે નેશનલ સ્‍ટેટિસ્‍ટિક્‍સ ઓફિસ (ONS)ના ૨૦૨૪ના વિશ્‍લેષણ અનુસાર છે. નાઇજિરિયન (૧૬,૦૦૦), પાકિસ્‍તાનીઓ (૧૨,૦૦૦) અને અમેરિકનો (૮,૦૦૦) પણ ટોચના પાંચ ઇમિગ્રેશન નાગરિકત્‍વમાં સામેલ છે. આ મુજબ, કુલ ચોખ્‍ખા પ્રવાસનમાં ૪,૩૧,૦૦૦નો ઘટાડો થયો છે, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ અડધો છે.

પીએમ કીર સ્‍ટાર્મરે ખુશી વ્‍યક્‍ત કરી

યુકેના વડા પ્રધાન કીર સ્‍ટાર્મરે વર્તમાન આંકડાઓથી ખુશ છે. તેમણે કહ્યું, કન્‍ઝર્વેટિવ પાર્ટીના સમયમાં ચોખ્‍ખા ઇમિગ્રેશન લગભગ ૧ મિલિયન સુધી પહોંચ્‍યા હતા, જે ર્બમિંગહામની વસ્‍તી બરાબર છે. હું જાણું છું કે તમે આ અંગે ગુસ્‍સે છો, અને મેં તમને વચન આપ્‍યું હતું કે હું તેને બદલીશ. તેમણે કહ્યું, આજના આંકડા દર્શાવે છે કે આપણે ગયા વર્ષે ચોખ્‍ખા ઇમિગ્રેશન લગભગ અડધું કરી દીધું છે.(૪૦.૧૪)

(9:43 AM IST)