<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

એક રૂમમાં ૪ મૃતદેહ લટકતા હતાઃ એન્‍જિનિયરે પત્‍ની અને ૨ બાળકો સાથે આત્‍મહત્‍યા કરી

કેન્‍સરના દર્દીએ ભયાનક પગલું ભર્યુ

 

 

જમશેદપુર,તા.૨૪: જમશેદપુરમાં એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, કેન્‍સરના દર્દી ટાટા સ્‍ટીલ ગમહરિયાના સિનિયર મેનેજર ૪૦ વર્ષીય કળષ્‍ણ કુમારે તેમની પત્‍ની અને બે બાળકો સાથે આત્‍મહત્‍યા કરી હતી. શુક્રવારે રાત્રે ચારેયના મળતદેહ ઘરમાં ફાંસી પર લટકતા મળી આવ્‍યા હતા. આ ઘટના ત્‍યારે પ્રકાશમાં આવી જ્‍યારે પડોશીઓએ બંધ રૂમમાંથી દુર્ગંધ આવતી પોલીસને જાણ કરી અને મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યા.

કળષ્‍ણ કુમાર તાજેતરમાં જ કેન્‍સરની સારવાર કરાવીને મુંબઈથી પરત ફર્યા હતા. તેમને નિયમિત કીમોથેરાપી લેવાની હતી, પરંતુ બુધવારથી તેઓ આદિત્‍યપુરના ચિત્રગુપ્ત નગરમાં તેમના ઘરની બહાર નીકળ્‍યા ન હતા. મળતકોમાં કળષ્‍ણ કુમાર, પત્‍ની ડોલી, ૧૩ વર્ષની પુત્રી પૂજા અને છ વર્ષની મૈયાનો સમાવેશ થાય છે. શુક્રવારે રાત્રે લગભગ ૧૦ વાગ્‍યે, ચારેયના મળતદેહ એક જ રૂમમાં ફાંસી પર બાજુમાં લટકતા હતા.

મળતકના પિતા શોભિંદો તિવારીએ જણાવ્‍યું હતું કે તેમનો પુત્ર કળષ્‍ણ કુમાર ટાટા સ્‍ટીલમાં સિનિયર મેનેજર છે. તે કેન્‍સરથી પીડાતો હતો. પુત્રવધૂ ડોલી દેવીના આગ્રહથી, તેઓ તેમના પુત્રને કેન્‍સરની સારવાર માટે ફ્‌લાઇટ દ્વારા મુંબઈ લઈ ગયા. ત્‍યાં ડોક્‍ટરોએ તેમને કહ્યું કે કીમોથેરાપીની જરૂર પડશે. આ સુવિધા જમશેદપુરમાં પણ ઉપલબ્‍ધ છે. ત્‍યારબાદ, તેઓ તેમના પુત્ર સાથે ફ્‌લાઇટ દ્વારા જમશેદપુર પહોંચ્‍યા. અહીં તેમને કીમોથેરાપી માટે દાખલ થવું પડ્‍યું, જેના માટે તેમણે કંપનીમાં અરજી પણ કરી હતી. દરમિયાન, ગુરુવાર રાતથી, પુત્રનો આખો પરિવાર ઘરની બહાર નીકળ્‍યો ન હતો, તેથી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પડોશીઓનું કહેવું છે કે પુત્રને કેન્‍સર થયું ત્‍યારથી, આખો પરિવાર ડિ-ેશનમાં ગયો હતો. મુંબઈમાં કહેવામાં આવ્‍યું હતું કે તેને ત્રીજા તબક્કાનું કેન્‍સર છે. પુત્ર મુંબઈથી પાછો આવ્‍યો ત્‍યારથી, આખા પરિવારે કોઈની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તે છેલ્લે બુધવારે સાંજે જોવા મળ્‍યો હતો. ત્‍યારથી તેનો રૂમ બંધ હતો. દરવાજો તોડ્‍યા બાદ, પોલીસ ટીમે ફોરેન્‍સિક ટીમને બોલાવી. (૪૦.૧૩)

(9:45 AM IST)