News of Saturday, 24th May 2025
ગજબ! ભારતમાં જેનો લોકો ભાવ પણ નથી પૂછતાં તે થેલો અમેરિકામાં આટલો મોંઘો!
ભારતમાં જે અતિ સામાન્ય ગણાય છે તે બેગ વિદેશમાં સ્પેશ્યલ બની જતાં ભારતીયો એકબાજુ ગર્વ પણ પણ અનુભવી રહ્યા છે. : થેલા અમેરિકાના લગ્ઝરી સ્ટોર નોર્ડસ્ટ્રોમમાં ૪૮ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૪,૧૦૦માં વેચાઈ રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૪: ભારતમાં લગભગ દરેકના ઘરે જોવા મળતો શોપિંગ થેલો કે જેની કિંમત એકદમ નગણ્ય હોય છે. એવો આ થેલો અમેરિકામાં ઊંચી કિંમતે વેચાઈ રહ્યો હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. ત્યારથી જાણે આ સમાચારે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ભારતમાં ઠેરઠેર દુકાનોમાં ખૂબ જ ઓછી કિંમતે અથવા તો ઘણીવાર મફતમાં મળતી થેલો અમેરિકામાં મોટી કિંમતે મળી રહ્યો છે. ભારતમાં તો આવા થેલા ઘરમાં એમનેમ પડેલા મળતા હોય છે.
આ જ થેલા અમેરિકાના લગ્ઝરી સ્ટોર નોર્ડસ્ટ્રોમમાં ૪૮ ડોલર એટલે કે લગભગ રૂપિયા ૪,૧૦૦માં વેચાઈ રહ્યો છે. જાપાની બ્રાન્ડ પ્યુબ્કોએ આ થેલાને સરસ નામ પણ આપ્યું છે. તે ઇન્ડિયન સોવેનીયર બેગ તરીકે વેચાય છે.
નોર્ડસ્ટ્રોમની વેબસાઇટ પર આ થેલો મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે
જોકે, આ જોઈને ભારતીયો હસવું રોકી શકતા નથી. ભારતમાં જે અતિ સામાન્ય ગણાય છે તે વિદેશમાં સ્પેશ્યલ બની જતાં ભારતીયો એકબાજુ ગર્વ પણ પણ અનુભવી રહ્યા છે.
ભારતમાં તો આ પ્રકારના થેલા સરળતાથી કોઈપણ પર દુકાનમાં મળી જાય છે. જેના પર સુંદર અક્ષરે જે તે દુકાનનું નામ લખેલું હોય છે. પછી તે રમેશ સ્પેશિયલ નમકીન, હોય કે વનિતા સ્વિટસ હોય. મોટેભાગે એકસાથે ઘણી બધી વસ્તુ અથવા તો વજનદાર વસ્તુઓ લઈ જવા માટે આ પ્રકારની બેગનો આપણે ઉપયોગ કરતાં હોઈએ છીએ. વળી આવી બેગ તો કરિયાણાની દુકાનોમાં ફ્રીમાં જ મળી છે.
સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ વાંચીને લોકો ભાતભાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે- જેને આપણે હલકામાં લઈએ છીએ, તે હવે વિદેશી બજારમાં ટ્રેન્ડ બની ગયું છે તો વળી એક જણ લખે છે કે - આ થેલીનો ઉપયોગ શાકભાજી લેવા માટે થાય છે. બહારના લોકો તેને સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે ગણી રહ્યા છે! એકે તો લખ્યું છે કે આ તે જ થેલી છે જેની પર પગ મૂકીને અમે ઘરમાં એન્ટર થઈએ છીએૅ
વળી કોઈક યુઝરે એવું પણ લખ્યું છે કે પાંચ હજાર બેગ લઈ આવો અને નોર્ડસ્ટ્રોમને ટક્કર આપો.
જો કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે વિદેશમાં આ પ્રકારનું કઇ પહેલવહેલું નથી બન્યું,. ભૂતકાળમાં પબં પણ ભારતીય સ્ટાઈલના કપડાં, વાસણો અને ઝવેરાત વિદેશી બ્રાન્ડ્સ દ્વારા અતિશય મોંઘી કિંમતે વેચવામાં આવતા જ હતા.
ગમે તે હોય પણ ઘણા ભારતીયો તો માત્ર એ જ વાત પર છાતી ફુલાવી રહ્યા છે કે ભારતની રોજિંદી અને કોમન વસ્તુઓ વૈશ્વિક બજારમાં કેટલી ખાસ અને વિશિષ્ટ દરજ્જો પામી રહી છે.આમ જોવા જઇએ તો આ પ્રકારની બેગ કે થેલાથી તો દરેક ભારતીયોની બાળપણની યાદોનો જોડાયેલી છે.(૪૦.૧૨)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
