<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ઓડિશાની સ્‍કૂલમાંથી મળ્‍યો ૨૦ ફુટ લાંબો કિંગ કોબ્રા

રાયગઢ,તા.૨૪: થોડા દિવસ પહેલાં ઓડિશાના રાયગઢ નામના અંતરિયાળ ગામની સ્‍કૂલમાંથી જાયન્‍ટ કિંગ કોબ્રા નીકળ્‍યો હતો. સ્‍કૂલમાંથી છોકરાઓ નીકળી ગયા એ પછી સફાઈ દરમ્‍યાન સ્‍ટાફને કંઈક અજીબોગરીબ ફૂંફાડાનો અવાજ સંભળાયો હતો. એ અવાજ કયાંથી આવે છે એ શોધવા જતાં ક્‍લાસરૂમની એક બેન્‍ચ નીચેથી કોકડું વળેલો જાયન્‍ટ કિંગ કોબ્રા જોવા મળ્‍યો હતો. તરત જ કોબ્રાને પકડવા માટે નિષ્‍ણાતોની ટીમને બોલાવવામાં આવી હતી. મોટી ફેણ કાઢતા કોબ્રાને નાથવા માટે બે અનુભવી સર્પનિષ્‍ણાતોને પણ પરસેવો પડી ગયો હતો.(૪૦.૫)

(9:47 AM IST)