News of Saturday, 24th May 2025
નાચવા-શારિરિક શોષણ માટે મજબૂર કરાતી'તી છોકરીઓઃ પોલીસ ગ્રાહક બની પહોંચીઃ ‘‘ઓરકેસ્ટ્રાથી''થી ૧૭ને બચાવી
બચાવાયેલી છોકરીઓમાં આઠ પヘમિ બંગાળની, ચાર ઓડિશાની, બે ઝારખંડ અને દિલ્હીની અને એક બિહારની છે

સારણ તા.૨૪: બિહારના સારણ જિલ્લામાં પોલીસે ઓર્કેસ્ટ્રા અને નળત્ય મંડળીમાંથી ૧૭ સગીર છોકરીઓને બચાવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧૬૨ સગીરોને આ રીતે બચાવી લેવામાં આવી છે. સારણના પોલીસ અધિક્ષક (એસપી) કુમાર આશિષના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે મશરક, પાનાપુર અને ઇસુઆપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને આ છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ સગીર છોકરીઓ ઓર્કેસ્ટ્રામાં ભાગ લઈ રહી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે આ મંડળીઓ સગીરોને વેશ્યાવળત્તિમાં ધકેલી દેવાનું માધ્યમ બની ગઈ છે.
રોયલ બંગાળ ટાઈગરને માર મારીને મારી નાખવામાં આવ્યો, લોકોએ તેના પગ અને દાંત કાપી નાખ્યા
એસપીએ કહ્યું, અમને માહિતી મળી હતી કે કેટલીક છોકરીઓને ઓર્કેસ્ટ્રામાં નાચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે. બચાવાયેલી છોકરીઓમાંથી આઠ પヘમિ બંગાળની, ચાર ઓડિશાની, બે ઝારખંડ અને દિલ્હીની અને એક બિહારની છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહી મહિલા થાણા દ્વારા કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ ટીમો અને મિશન મુક્તિ ફાઉન્ડેશન, રેસ્કયુ ફાઉન્ડેશન (દિલ્હી) અને નારાયણી સેવા સંસ્થાન (સારન) જેવી એનજીઓના સહયોગથી હાથ ધરવામાં આવી હતી.
એસપીએ કહ્યું, અમે તેમના પરિવારો સાથે સંપર્કમાં છીએ અને જરૂરી તમામ કાનૂની સહાય પૂરી પાડી રહ્યા છીએ. આગળની કાર્યવાહી માટે છોકરીઓને બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસમાં મહિલા થાણામાં FIR નોંધવામાં આવી છે.
એસપીએ કહ્યું, ‘‘અત્યાર સુધી પાંચ ઓર્કેસ્ટ્રા આયોજકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.'' પોલીસના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે સગીરોને પૈસા અને નોકરીની લાલચ આપવામાં આવે છે. એસપી આશિષના જણાવ્યા મુજબ, ‘‘કેટલીક છોકરીઓને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખ્યાતિના વચન દ્વારા પણ લલચાવવામાં આવે છે... મે ૨૦૨૪ થી અત્યાર સુધીમાં, અમે ૧૬૨ સગીર છોકરીઓને બચાવી છે અને તેમને તેમના પરિવારોને પાછી મોકલી છે. અમે ૨૧ કેસ નોંધ્યા છે અને ૫૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.'' તેમણે એમ પણ કહ્યું કે જિલ્લા પોલીસ તેના ‘આવાઝ દો' કાર્યક્રમ દ્વારા જાગળતિ લાવવાનું કામ કરી રહી છે.(૩૮.૯)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
