<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

મારો પતિ રાતે બિકિની પહેરી પુરુષોને શોધવા નીકળે છે

પત્‍નીએ પોતાના સરકારી ડોક્‍ટર પતિ પર ગંભીર આરોપ લગાવ્‍યોઃ વીડિયો જોયો તો પોલ ખુલી : બિકિની પહેરીને બીજા પુરુષો સાથે ગંદા વીડિયો બનાવે છે. એટલું જ નહીં, પછી આ વીડિયોને વેચે છેઃ પત્‍ની પતિના કૃત્‍યથી છે પરેશાન

 

 

સંત કબીર નગર તા.૨૪: ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક પત્‍નીએ પોતાના સરકારી ડોક્‍ટર પતિ પર ગંભીર આરોપ લગાવ્‍યો છે. પત્‍નીનું કહેવું છે કે, તેના પતિને બિકિની પહેરવાનું ગમે છે. તે બિકિની પહેરીને બીજા પુરુષો સાથે ગંદા વીડિયો બનાવે છે. એટલું જ નહીં, પછી આ વીડિયોને વેચે છે.

આ મામલામાં ડોક્‍ટર વરુણેશ દુબે પર ખુદને ટ્રાન્‍સજેન્‍ડર મહિલા તરીકે રજૂ કરી અશ્‍લીલ વીડિયો બનાવ્‍યા અને તેને ઓનલાઈન વેચવાનો આરોપ તેની પત્‍ની સિંપી પાંડેએ લગાવ્‍યો છે. આ આરોપ ત્‍યારે વધારે સનસનીખેજ થઈ ગયો, જ્‍યારે આ દાવો ડોક્‍ટરની જ પત્‍નીએ કર્યો.

ડોક્‍ટર વરુણેશ દુબે, જે જિલ્લા જેલ પરિસરના સરકારી આવાસમાં રહે છે, તેમના પર તેની પત્‍ની સિંપી પાંડેએ ગંભીર આરોપ લગાવ્‍યો છે. સિંપીએ જણાવ્‍યું કે તેનો પતિ ટ્રાન્‍સજેન્‍ડર મહિલાનું રૂપ ધારણ કરી અશ્‍લીલ કન્‍ટેન્‍ટ તૈયાર કરતો હતો અને તેને ઓનલાઈન પ્‍લેટફોર્મ પર પૈસા કમાવવા માટે વેચતો હતો. તેણે એક વાયરલ વીડિયો જોયો, જેમાં તેનો પતિ એક અન્‍ય પુરુષ સાથે કઢંગી હાલતમાં દેખાયો હતો. ઘરની સજાવટ, વીંટી અને વીડિયોના બેકગ્રાઉન્‍ડથી તેને તરત ખબર પડી કે આ વીડિયો તેના જ મકાનમાં બનાવ્‍યો છે.

સિંપીએ ૧૮ મેના રોજ ગોરખપુરમાં આવેલા પોતાના પતિના ઘર પર આ વીડિયોને લઈને તેને સવાલો પૂછયા. ત્‍યાર બાદ બંને વચ્‍ચે ઝઘડા શરૂ થયા. જે હિંસક મારપીટ સુધી પહોંચી ગયો. ઘટના બાદ સિંપીએ પોતાના ભાઈ અને પિતાએ પણ ડોક્‍ટર સાથે વાત કરી, જેનો આખો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયો છે. આ મામલાની ગંભીરતા જોતા પોલીસે ડોક્‍ટરના ઘરને સીલ કરી દીધું. સાથે જ એક ઉચ્‍ચ સ્‍તરીય તપાસ સમિતિ બનાવી છે, જે વીડિયોની ફોરેન્‍સિક તપાસ કરી રહી છે.

પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધાવી છે, જેમાં બેવફાઈ, માનસિક ઉત્‍પીડન અને શારીરિક હિંસાના આરોપ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, આ મામલાની દરેક રીતે તપાસ થઈ રહી છે અને ટૂંક સમયમાં ટેકનિકલી પુરાવાના આધાર પર સચ્‍ચાઈ સામે આવી જશે.

ડોક્‍ટર વરુણેશ દુબેએ પોતાની પત્‍નીના આરોપને ફગાવી દીધા. તેનું કહેવું છે કે વાયરલ વીડિયો ડીપફેક ટેકનિકથી બનાવ્‍યો છે અને આ બધું તેને બદનામ કરવા માટેનું કાવતરું છે. તેણે શંકા વ્‍યક્‍ત કરી છે કે, તેની પત્‍ની કોઈ ટેકનિકલ જાણકારના સંબંધથી આ કાવતરામાં સામેલ છે. ડોક્‍ટરે કહ્યું કે તે નિર્દોષ છે અને આ મામલાની નિષ્‍પક્ષ તપાસની માગ કરે છે.(૩૮.૪)

(10:12 AM IST)