<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

હાર્વર્ડ યુનિવર્સિટી મામલામાં ટ્રમ્‍પને મોટો ઝટકોઃ આદેશ પર રોક

અમેરિકાની કોર્ટે ટ્રમ્‍પ પ્રશાસનના એ નિર્ણય પર રોક લગાવી દીધી : સરકારે આ નિર્ણય પાછળ કોઈ મજબૂત કારણ નથી જણાવ્‍યું સાથે જ કોઈ પ્રક્રિયાનું પાલન પણ નથી કર્યુ. આવા નીતિગત બદલાવની સીધી અસર છાત્રોના અધિકારો પર પડે છે.: કોર્ટે

 

 

વોશીંગ્‍ટન તા.૨૪: હાર્વર્ડ યુનિવર્સિટી માટે એક રાહતના સમાચાર આવ્‍યા છે. અમેરિકાની કોર્ટે ટ્રમ્‍પ પ્રશાસનના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં હાર્વર્ડમાં વિદેશી છાત્રોના એડમિશન પર રોક લગાવવાની તૈયારી હતી. આ નિર્ણય ન ફક્‍ત હાર્વર્ડ પણ હજારો ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સના ભવિષ્‍ય માટે મોટી જીત માનવામાં આવી રહી છે.

આ મામલો ત્‍યારે શરૂ થયો જ્‍યારે અમેરિકાના હોમલેન્‍ડ સિકયુરિટી વિભાગે હાર્વર્ડ યુનિવર્સિટીના સ્‍ટુડન્‍ટ એન્‍ડ એક્‍સચેન્‍જ વિઝિટર પ્રોગ્રામની માન્‍યતા ખતમ કરવાના આદેશ જાહેર કર્યા. આ નિર્ણયનો મતલબ હતો કે હાર્વર્ડ હવે વિદેશી છાત્રોને F-૧ વીઝા અંતર્ગત એડમિશન નહીં આપી શકે.

પણ હાર્વર્ડે તેને સીધે સીધા અમેરિકી સંવિધાનનું ઉલ્લંઘન ગણાવ્‍યું અને મૈસાચુસેટ્‍સની સંઘીય કોર્ટમાં તરત કેસ દાખલ કરી દીધો. પછી થોડી જ કલાકોમાં યુએસ ડિસ્‍ટ્રિક્‍ટ જજ એલિસન બરોએ ટ્રમ્‍પ પ્રશાસનના આ આદેશ પર રોક લગાવી દીધી.

SEVP એટલે કે સ્‍ટુડન્‍ટ એન્‍ડ એક્‍સચેન્‍જ વિઝિટર -ોગ્રામ અમેરિકાની એક ઓફિશિયલ સિસ્‍ટમ છે. તે અંતર્ગત વિદેશી છાત્ર કોઈ પણ માન્‍યતા -ાપ્ત યુનિવર્સિટીમાં એડમિશન વીઝા મેળવી શકે છે. જો કોઈ યુનિવર્સિટીની આ માન્‍યતા ખતમ કરી દેવામાં આવે તો તેઓ છાત્રોને કાયદેસર રીતે એડમિશન આપી શકે નહીં. ટ્રમ્‍પ સરકારનો આ નિર્ણય હાર્વર્ડ માટે મોટી ચિંતા બની ગયો હતો. દર વર્ષે અહીં હજારો વિદેશી છાત્રો ભણવા આવે છે, જેમાં ભારત, ચીન અને યુરોપના છાત્રો મોટી સંખ્‍યામાં આવે છે.

જજ એલિસન બરોએ માન્‍યું કે સરકારે આ નિર્ણય પાછળ કોઈ મજબૂત કારણ નથી જણાવ્‍યું, સાથે જ કોઈ પ્રક્રિયાનું પાલન પણ નથી કર્યું. કોર્ટે કહ્યું કે, આવા નીતિગત બદલાવની સીધી અસર છાત્રોના અધિકારો પર પડે છે. એટલા માટે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આ અસ્‍થાયી રાહત અંતર્ગત હવે હાર્વર્ડને આગામી આદેશ સુધી પોતાના વિદેશી છાત્રોને વીઝા સુવિધા મળતી રહેશે.(૩૮.૩)

(10:12 AM IST)