News of Saturday, 24th May 2025
લૂટેરી દુલ્હન નહીં આ તો લૂંટારો વરરાજો નીકળ્યો : કરોડોનો ચૂનો લગાવી દીધો
ધામધૂમથી લગ્ન કરી દુલ્હન પક્ષના ૮૦ સગા સંબંધીઓ પાસેથી ૫ કરોડ રૂપિયા લીધા : દુલ્હન ન્યાય માટે રાજસ્થાનના ઝુંઝુનૂમાં ભટકી રહી છે

ઝુંઝુનૂ તા.૨૪: કહેવાય છે કે પ્રેમમાં માણસ પાગલ થઈ જાય છે, પણ રાજસ્થાનની સરોજે આ સાબિત કરી બતાવ્યું. હકીકતમાં જોઈએ તો, સરોજના લવ મેરેજ સુનીલ નામના યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા એક વર્ષ સુધી સરોજ અને સુનીલને લફરું ચાલ્યું. ત્યાર બાદ બંનેએ ધૂમધામથી લગ્ન કર્યા. પણ લગ્નના દોઢ વર્ષ બાદ એક દિવસ પતિ કામનું બહાનું બનાવીને ઘરેથી નીકળી ગયો, જ્યારે તે ન આવ્યો તો સરોજે તેને કોલ કર્યો પણ તેણે કોલ ઉઠાવ્યો નહીં, પણ થોડા દિવસ બાદ કંઈક એવો ખુલાસો થયો, જેને જાણીએ તમે પણ માથું પકડી લેશો.
આ કિસ્સો રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાનો છે. જ્યાં એક યુવક સુનીલ કુમારે લવ મેરેજનું નાટક રચીને ખાલી પોતાની પત્નીને જ નહીં પણ તેના ખાનદાનને પણ કરોડોનો ચૂનો લગાવી દીધો. આ વરરાજાએ લૂટેરી દુલ્હનને પણ પાછળ રાખી દીધી. તેણે એક દુલ્હન સરોજને ૧૫ મહિના સુધી ઉપયોગ કર્યો અને તેના ૮૦ સગા સંબંધીઓ પાસેથી ૫ કરોડ રૂપિયા લીધા.
સરોજે જણાવ્યું કે, ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સુનીલ એક દિવસ કામ પર જવાનું બહાનું કરીને ઘરેથી નીકળ્યો અને પછી પાછો જ ન આવ્યો. તેનો ફોન પણ બંધ થઈ ગયો અને તે પછી કયારેય પાછો ન આવ્યો. ઝારખંડની સરોજ હવે પતિને શોધવા માટે ૧૨૦૦ કિમી દૂરથી રાજસ્થાનના ઝુંઝુનૂ આવી ગઈ છે. ત્યારે તેને પતિની અસલી હકીકત ખબર પડી.
સરોજે પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન ૧૭ મે ૨૦૨૩ના રોજ ઝારખંડમાં સુનીલ કુમાર સાથે થયા હતા. બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા બાદ ચર્ચમાં ધૂમધામથી લગ્ન કર્યા. પણ થોડા મહિના બાદ સુનીલે સરોજને દગો આપવાનું શરૂ કરી દીધું. તેણે સરોજના સગાને ટ્રેડિંગ બિઝનેસના નામ પર ૫ કરોડ લઈ લીધા અને સરોજના ઘરેણાં ગિરવે મૂકી ૮ લાખની લોન લઈ લીધી.
સરોજે પોતાના પતિ વિરુદ્ધ ઝારખંડમાં ફરિયાદ નોંધાવી છે. હવે તે ન્યાય માટે રાજસ્થાનના ઝુંઝુનૂમાં ભટકી રહી છે. તેણે એએસપી ફૂલચંદ મીણાને આવેદન આપી સુનીલને જલદી પકડવા અને પૈસા પાછા અપાવવાની માગ કરી રહી છે. પોલીસે કહ્યું કે, તે આરોપીને શોધી રહ્યા છે અને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ આવી જશે.
તો વળી સરોજનું કહેવું છે કે, પોલીસ તેને જલદી શોધી લાવે અને તેમના પૈસા પાછા અપાવે. સરોજ તેના પતિને શોધવા માટે કેટલીય જગ્યાએ ગઈ, પણ તેનો કોઈ પત્તો મળ્યો નહીં. હવે પોલીસ પાસે મદદ માગી રહી છે.(૩૮.૨)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
