<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ઇન્‍દીરા સરકારે ૧૯૬૮માં કચ્‍છના રણની જમીન પાકિસ્‍તાનને ‘‘ભેટ'' આપી 'તી

ભાજપના સંસદ સભ્‍ય નિશિકાંત દુબેનો સનસનીખેજ ધડાકોઃ એ વખતે ૮૨૮ કિ.મી.નો વિસ્‍તાર દુશ્‍મનને ભેટ ઘરી દીધો'તો : ભારતે ૧૯૬૫માં જંગમાં તો વિજય મેળવ્‍યો હતો પણ ૧૯૬૮માં જમીનની લ્‍હાણી કરી હતીઃ સંસદનો વિરોધ પણ નકારવામાં આવ્‍યો હતો

 

 

નવી દિલ્‍હી તા.૨૪: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્‍યો છે. તેમણે આરોપ લગાવ્‍યો છે કે કોંગ્રેસે કચ્‍છના રણની જમીન પાકિસ્‍તાનને આપી હતી. આ ઘટના ૧૯૬૮માં બની હતી. તે સમયે દેશમાં ઇન્‍દિરા ગાંધીની સરકાર હતી. નિશિકાંતે એમ પણ કહ્યું હતું કે ૧૯૬૫ના યુદ્ધ પછી મામલો ટ્રિબ્‍યુનલ સુધી પહોંચ્‍યો હતો.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્‍દિરા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્‍ટમાં નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે ભારતે ૧૯૬૫માં પાકિસ્‍તાન સામે યુદ્ધ જીત્‍યું હતું, પરંતુ ઇન્‍દિરા ગાંધીની સરકારે ૧૯૬૮માં કચ્‍છના રણનો ૮૨૮ ચોરસ કિલોમીટર પાકિસ્‍તાનને આપ્‍યો હતો.

નિશિકાંત દુબેએ પોતાના દાવાને સાબિત કરવા માટે એક દસ્‍તાવેજની નકલ પણ શેર કરી છે. તેમાં ઉલ્લેખ છે કે ૧૯૬૮માં ભારતે કચ્‍છના રણનો ૮૨૮ ચોરસ કિલોમીટર પાકિસ્‍તાનને આપ્‍યો હતો. નિશિકાંત દુબેએ ઈન્‍દિરા ગાંધીને ‘‘આયર્ન લેડી'' કહેવા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમણે સંસદના વિરોધ છતાં ભારતનો એક ભાગ પાકિસ્‍તાનને સોંપી દીધો હતો.

નિશિકાંત દુબેએ પોતાના હ્‍ હેન્‍ડલ પર લખ્‍યું, આજની વાર્તા ખૂબ જ પીડાદાયક છે. ૧૯૬૫નું યુદ્ધ જીત્‍યા પછી, કોંગ્રેસ પાર્ટીએ ૧૯૬૮માં ગુજરાતના કચ્‍છના રણનો ૮૨૮ ચોરસ કિલોમીટરનો ભાગ પાકિસ્‍તાનને આપી દીધો. અમે ભારત-પાકિસ્‍તાન મુદ્દાને આંતરરાષ્‍ટ્રીય મંચ પર લાવ્‍યા, યુગોસ્‍લાવિયાના વકીલ અલી બાબરને મધ્‍યસ્‍થી તરીકે નિયુક્‍ત કર્યા. આખી સંસદે તેનો વિરોધ કર્યો, પરંતુ ઈન્‍દિરા ગાંધી આયર્ન લેડી હતી, તેમણે ડરથી અમારા ભાગની હરાજી કરી. આ આયર્ન લેડીનું સત્‍ય છે. કોંગ્રેસનો હાથ હંમેશા પાકિસ્‍તાન સાથે રહે છે.(૩૮.૧૮)

 

(10:57 AM IST)