News of Saturday, 24th May 2025
દેશમાં ફરી કોરોનાનો વધતો કહેર : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56 કેસ :ગુજરાતમાં 33 કેસ નોંધાયા
દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા કેસ :હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 312 થઇ

નવી દિલ્હી :કોરોનાએ ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 312 છે. જેમાં દિલ્હીમાં 23, હરિયાણામાં 5, ગુજરાતમાં 33 અને મહારાષ્ટ્રમાં 56 કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં 20 નવા કેસ નોંધાયા હતા.
દેશભરમાં ફેલાતા હાલના નવા કેસોમાં એક નવો વેરિઅન્ટ જોવા મળ્યો છે. નવા વેરિઅન્ટ JN.1 અને તેના સબ-વેરિઅન્ટ LF7 અને NB1.8 ને નવા વેરિઅન્ટ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આ પ્રકાર કેટલો ખતરનાક છે તેના અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એશિયામાં કોરોનાના આ નવા પ્રકારના વેરિએન્ટના કેસોમાં વધારો થયો છે. બે મોટા એશિયન શહેરો હોંગકોંગ અને સિંગાપોરમાં તેના કેસ વધી રહ્યા છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન અનુસાર વાઈરસ હાલમાં ખૂબ જ સક્રિય છે.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સરકારે હોસ્પિટલોમાં બધાને માસ્ક પહેરવાની સૂચના આપી છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોના મેડિકલ ડિરેક્ટરો અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ્સને સુચનો જારી કર્યા છે. આ અંતર્ગત, હોસ્પિટલોને પરીક્ષણ અને દેખરેખ વધારવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
