<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

લખનૌના ઇન્દિરાનગરમાં બદમાશોએ રસ્તા પર એક બિલ્ડરનો પીછો કરી ગોળી મારી દીધી

સર્વોદય નગરના કુકરેલ બંધા રોડ પર પોલીસ ચોકી પાસે ઘટના : બિલ્ડરફ પોતાની સ્વિફ્ટ કાર છોડીને પોતાનો જીવ બચાવવા દોડી રહ્યો હતો

લખનૌના ઇન્દિરાનગરમાં, બદમાશોએ રસ્તા પર એક બિલ્ડરનો પીછો કર્યો અને તેને ગોળી મારી દીધી. આ ઘટના સર્વોદય નગરના કુકરેલ બંધા રોડ પર પોલીસ ચોકી પાસે બની હતી. વ્યવસાયે બિલ્ડર, 26 વર્ષીય મુરસલીનને વિવાદ બાદ બદમાશોએ ગોળી મારી દીધી હતી. મુરસલીન પોતાની સ્વિફ્ટ કાર છોડીને પોતાનો જીવ બચાવવા દોડી રહ્યો હતો. સ્કોર્પિયો ગાડીમાં સવાર હુમલાખોરોએ તેમને રસ્તા પર ગોળી મારી દીધી અને ભાગી ગયા. ઘાયલ મુરસલીનને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 


 

(12:06 AM IST)