<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ ૩૮

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૮: ‘‘જેવી  રીતે મુર્ગી પોતાના બચ્‍ચાનું પાલન-પોષણ કરે છે, એવી જ રીતે યથાર્થમાં જ્ઞાન અને વિશેષ કૃત્‍યનું પાલન-પોષણ કરો''

તે ધાર્મિક હોઇ શકે છે. કોઇ ભવિષ્‍યમાં, કોઇ બીજા લોકમાં, સ્‍વર્ગમાં, મૃત્‍યુ પછી નિર્વાણમાં પરંતુ એનાથી કોઇ ફરક પડતો નથી. કોઇ આશા મત કરો. કદાચ તમને થોડી નિરાશા પણ લાગે તો પણ અહિ જ રહો. અહિ થી અને ક્ષણથી મત હટો.હટો જ નહી. દુઃખ સહો પરંતુ આશાને પ્રવેશ કરવા ના દો. આશા દ્વારા સ્‍વપ્‍ન પ્રવેશ કરે છે. નિરાશ રહો અગર જીવનમાં નિરાશા છે તો નિરાશ રહો. નિરાશાનો સ્‍વીકાર કરો. પરંતુ ભવિષ્‍યમાં બનનારી કોઇ ઘટનાનો સહારો ના લો અને ત્‍યારે અચાનક બદલાવ આવશે. જયારે તમે વર્તમાનમાં ઠહેરી જાવ છો તો સ્‍વપ્‍નો પણ ઠહેરી જાય છે. ત્‍યારે તે ઉઠશે નહિ કારણ કે એમના સ્‍ત્રોત જ બંધ થઇ ગયા.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:54 AM IST)