<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

નરેન્‍દ્રભાઈ કચ્‍છમાં: ૫૩ હજાર કરોડના વિકાસકાર્યોનું ઉદ્‌ઘાટન-શિલાન્‍યાસ

ભુજમાં વડાપ્રધાનનો ભવ્‍ય રોડ શોઃ જાહેર સભાઃ ઓપરેશન સિંદુર પછી આગમન થતા કચ્‍છમાડુ વડાપ્રધાનને આવકારશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૬: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી બપોર બાદ ભુજના પ્રવાસે આવી રહ્યા છે. ભુજમાં વડાપ્રધાન ૫૩,૪૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્‍ટસનું ઉદ્‌ઘાટન અને શિલાયન્‍સ કરશે. પાવર સેક્‍ટર પ્રોજેક્‍ટસમાં આવડા રિન્‍યુએબલ એનર્જી પાર્કમાં ઉતપન્ન થતી નવીનીકરણીય ઉર્જા સંબંધિત ટ્રાન્‍સમિશન નેટવર્ક વિતરણ, તાપી ખાતે ‘અલ્‍ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્‍લાન્‍ટ' યુનિટ વગેરેનો સમાવેશ થાય છે. આમાં કંડલા બંદર પરના પ્રોજેક્‍ટસ અને ગુજરાત સરકારના એનક રોડ, પાણી અને સૌર પ્રોજેક્‍ટસનો પણ સમાવેશ થાય છે.

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પ્રથમવાર કચ્‍છની મુલાકાત દરમિયાન ભુજ ખાતે બપોરનાં ૩ વાગ્‍યે મિરઝાપર રોડ ઉપરના વિશાળ ગ્રાઉન્‍ડમાં જાહેર સભાને સંબોધન કરશે. આ સાથે રાજ્‍યનાં ૯ જીલ્લામાં ૫૩ હજાર કરોડથી વધુ રકમનાં વિવિધ ૩૪ જેટલા વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે. આ તકે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, કેન્‍દ્રીય મંત્રી મનોહર લાલ પણ ઉપસ્‍થિત રહેશે.

સભા પૂર્વે વડાપ્રધાનના અભિવાદન માટે દેશભક્‍તિની થીમ ઉપર હજારો લોકો તિરંગા સાથે વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે. જેમાં ૧ કિલો મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

રોડ શો અને જાહેરસભામાં વિવિધ સમાજનાં લોકો પરંપરાગત વષાોમાં હાથમાં રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવીને વડાપ્રધાનનું અભિવાદન કરશે. સમગ્ર રૂટ ઉપર ઓપરેશન સિંદૂર, વડાપ્રધાન તથા જવાનોનાં ૫૦થી વધુ વિશાળ ર્હોડિંગ્‍સ લગાડવામાં આવ્‍યા છે.

વિવિધ સર્કલો ઉપર ઓપરેશન સિંદુરનાં શૌર્યને દર્શાવતાં એલઇડી મુકાયા

ભુજ,તા.૨૬: શહેરનાં વિવિધ સર્કલો ઉપર ઓપરેશન સિંદુરના વિશાળ એલઇડી મુકવામાં આવ્‍યા છે. તેની સાથે સાથે જવાનોના પણ કટાઆઉટ મુકવામાં આવ્‍યા છે. જે રહેવાસીઓમાં ઉત્‍સાહનો સંચાર કરી રહ્યા છે. સમગ્ર રસ્‍તાઓની સફાઇ કરીને ચોખ્‍ખા ચણાક કરી દેવામાં આવ્‍યા છે. ડામરથી મઢીને ખાડા રહિત રસ્‍તાઓ કરી દેવામાં આવ્‍યા છે. તો વિવિધ સંસ્‍થાઓ. હોદેદારો સહિતના લોકોએ જાહેર રસ્‍તા ઉપર વિશાળ હોડિંગ્‍સ મુકયા છે. જેના પગલે દેશભક્‍તિનો માહોલ સર્જાયો છે.

 

 ભુજમાં બપોર બાદ ધંધા સ્‍વૈચ્‍છિક બંધ રાખીને વેપારીઓ કાર્યકમમાં જોડાશે

ભુજ,તા.૨૬: વડાપ્રધાનની જાહેરસભામાં મહિલા મોરચાની ૧૦ હજાર બહેનો કેસરી સાડીમા સિંદુર સાથે હાજરી આપશે આ ઉપરાંત નિવળત્ત (આર્મીના જવાનો તેમજ ભુજમાં બપોર બાદ વેપાર-ધંધા સ્‍વૈચ્‍છિક બધ રાખીને વેપારીઓ પણ હાજરી આપશે. લોકોને સભા સ્‍થળ સુધી લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ટ્રાન્‍સપોર્ટીંગ, ફુડ પેકેટ, ઠંડા-પીણા સહિતની ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ૨થી વધુ વિશાળ એલઇડી પણ સભા મંડપમાં મુકવામાં આવ્‍યા છે. જેના કારણે સભા સાંભળવા માટે આવતાં લોકો સમગ્ર કાર્યક્રમ નિહાળી શકશે. વીઆઇપી સહિતની વિવિધ એન્‍ટ્રીઓ તેમજ ર્પાકિંગ સહિતની વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે.

(2:52 PM IST)