<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

પ્રોસ્‍ટાર્મ ઇન્‍ફો સિસ્‍ટમ્‍સ રૂપિયા ૧૬૮ કરોડ એકત્ર કરશેઃ પ્રાઈસ બેન્‍ડ રૂપિયા ૯૫-૧૦૫ પર ફિક્‍સ્‍ડ

ઈશ્‍યુ ૨૭ મે, ૨૦૨૫ ના રોજ ખુલશે અને ૨૯ મે, ૨૦૨૫ ના રોજ બંધ થશે

મુંબઇ તા.૨૬: પ્રોસ્‍ટાર્મ ઇન્‍ફો સિસ્‍ટમ્‍સ લિમિટેડે તેના આગામી IPO માટે પ્રતિ ઇક્‍વિટી શેર રૂા. ૯૫-૧૦૫ના પ્રાઇસ બેન્‍ડની જાહેરાત કરી હતી. IPO મંગળવાર, ૨૭ મે, ૨૦૨૫ના રોજ સબ્‍સ્‍ક્રિપ્‍શન માટે ખુલશે અને ગુરુવાર, ૨૯ મે, ૨૦૨૫ના રોજ સમાપ્ત થશે.

IPOનો એન્‍કર પોર્શન સોમવાર, ૨૬ મે, ૨૦૨૫ના રોજ ખુલશે. કંપની આ ઓફર થકી રૂા. ૧૬૮ કરોડ એકત્ર કરવા માગે છે અને બીએસઈ અને એનએસઈ પર લિસ્‍ટેડ થશે. ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે, અને કેફિન ટેક્રોલોજીઝ લિમિટેડ આ ઓફરના રજિસ્‍ટ્રાર છે.

પ્રોસ્‍ટાર્મ ઇન્‍ફો એક ઈન્‍ટીગ્રેટેડ પાવર સોલ્‍યુશન કંપની છે, ખાસ કરીને યુપીએસ સિસ્‍ટમ લિથિયમ-આયન બેટરી પેક, થર્ડ પાર્ટી પાવર સોલ્‍યુશન પ્રોડક્‍ટ્‍સ અને અન્‍ય ક્ષેત્રોમાં તે હેલ્‍થકેર, એવિએશન, સંશોધન, બીએફએસઆઈ, રેલવે, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ, પુનઃપ્રાપ્‍ય ઉર્જા, ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી તેમજ ઓઈલ અને ગેસ સહિતના વિવિધ ઉદ્યોગોને સેવા આપે છે. તે પ્રોસ્‍ટાર્મ બ્રાન્‍ડ હેઠળ અનેક પાવર સોલ્‍યુશન પ્રોડક્‍ટ્‍સનું ઉત્‍પાદન કરે છે, જેમ કે યુપીએસ સિસ્‍ટમ્‍સ, ઇન્‍વર્ટર સિસ્‍ટમ્‍સ, લિફ્‌ટ ઇન્‍વર્ટર સિસ્‍ટમ્‍સ, સોલર હાઇબ્રિડ ઇન્‍વર્ટર સિસ્‍ટમ્‍સ, લિથિયમ-આયન બેટરી પેક્‍સ, સર્વો-કન્‍ટ્રોલ્‍ડ વોલ્‍ટેજ સ્‍ટેબિલાઇઝર્સ અને આઇસોલેશન ટ્રાન્‍સફોર્મર્સ તે ઇપીસીના ધોરણે ટર્નકી રૂફટોપ સોલર ફોટોવોલ્‍ટેઇક પાવર પ્‍લાન્‍ટ પ્રોજેક્‍ટ્‍સ તેમજ એએમસીના કામ પણ હાથ ધરે છે.

પ્રારંભિક જાહેર ઓફરમાં બુક-બિલ્‍ડિંગ રૂટ દ્વારા રૂા.૧૦/- ની ફેસ વેલ્‍યુ સાથેના ૧,૬૦,૦૦,૦૦૦ ઇક્‍વિટી શેરનો નવો ઇશ્‍યૂ હશે. એન્‍કર રોકાણકારો માટે ૪૮,૦૦,૦૦૦ ઇક્‍વિટી શેર અનામત રાખવામાં આવ્‍યા છે, ફત્‍ત્‍ માટે ૨૪,૦૦,૦૦૦ ઇક્‍વિટી શેર ફાળવવામાં આવ્‍યા છે, એન્‍કર રોકાણકારોને ફાળવણી પછી મ્‍ત્‍ગ્‍ માટે ૩૨,૦૦,૦૦૦ ઇક્‍વિટી શેર ફાળવવામાં આવશે, જ્‍યારે રિટેલ (ય્‍ત્‍ત્‍)નો પોર્શન ૫૬,૦૦,૦૦૦ ઇક્‍વિટી શેર સુધી અનામત રાખવામાં આવ્‍યો છે.

(3:27 PM IST)