<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

કેરળ બાદ 75 વર્ષમાં પહેલીવાર ચોમાસાની મહારાષ્ટ્રમાં 12 દિવસ પહેલા એન્ટ્રી: જાણો ગુજરાત ક્યારે પહોચશે ?

આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે

નવી દિલ્હી : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. કેરળમાં શનિવારે એન્ટ્રી કર્યા બાદ તે ઝડપી ગતિએ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. 75 વર્ષમાં પહેલીવાર ચોમાસાએ મહારાષ્ટ્રમાં 12 દિવસ પહેલા એન્ટ્રી કરી છે. ત્યારે ચાલો જાણીએ કે મહારાષ્ટ્રથી ચોમાસું ગુજરાત પહોંચતા કેટલો સમય લાગશે.

 

હવામાન વિભાગે જણાવ્યું કે રવિવારે ચોમાસુ અરબી સમુદ્રના કેટલાક ભાગો, કર્ણાટક, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર બંગાળની ખાડી અને મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં પહોંચ્યું હતું. આગામી દિવસોમાં શક્યતા છે કે આગામી દિવસોમાં તે ઝડપથી આગળ વધીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણાના સમગ્ર રાજ્યને આવરી લે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગો, બેંગલુરુ સહિત કર્ણાટક, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધશે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. સામાન્ય રીતે મુંબઈથી ગુજરાત પહોંચતા ચોમાસાને 5 દિવસ લાગે છે. પરંતુ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા તેની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે છે.

 

જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અનેક વાર નિષ્ક્રિય થઈ જાય છે. જો ચોમાસાને યોગ્ય વાતાવરણ મળી જશે તો વહેલી એન્ટ્રી કરી શકે છે અને સમગ્ર ગુજરાતને કવર કરી શકે છે. જો કે ગોવાથી લઈને મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીના વિસ્તારોની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે.

(6:46 PM IST)