<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

લખનૌમાં પરિવાર કલ્યાણ નિયામકને બોમ્બ વિસ્ફોટની ધમકી

ધમકી બાદ, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું

લખનૌ :સોમવારે લખનૌમાં પરિવાર કલ્યાણ નિયામકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેલ મોકલીને IED વિસ્ફોટ દ્વારા ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.

  અધિક નાયબ પોલીસ કમિશનર (પશ્ચિમ) ધનંજય સિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે, 'પરિવાર કલ્યાણ નિયામકને એક ઈ-મેલ મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસમાં IED લગાવવામાં આવ્યા છે, જે ટૂંક સમયમાં ફૂટશે.

 


 

(8:21 PM IST)