<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભુજમાં ખુલ્લી જીપમાં ભવ્ય પ્રવેશ : કચ્છી માડુઓએ 'વંદે માતરમ્'ના જયઘોષથી વધાવ્યા!

ગૌરવવંતી કચ્છની ધરા પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત : રોડ શો બાદ સભામંડપમાં પ્રવેશતા જ ઉર્જાવાન વાતાવરણ સર્જાયું

ભુજ (વિનોદ ગાલા દ્વારા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગૌરવવંતી ધરા કચ્છ પર પધાર્યા હતા, જ્યાં તેમને આવકારવા અને તેમની એક ઝલક મેળવવા સભાસ્થળે પણ અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ભવ્ય રોડ શો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન ભુજ-મિરઝાપર રોડ ખાતે યોજાયેલા વિશાળ સભામંડપમાં પધાર્યા હતા.
આ ઐતિહાસિક ક્ષણે, વડાપ્રધાને ખુલ્લી જીપમાં સભા સ્થળે પ્રવેશ કર્યો, ત્યારે સમગ્ર જનમેદનીએ ઊભા થઈને તેમનું ઉષ્માભેર અભિવાદન કર્યું હતું. 'વંદે માતરમ્' તથા 'ભારત માતા કી જય'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર વાતાવરણ ઉર્જાવાન બની ગયું હતું. કચ્છી માડુઓના ઉત્સાહ અને પ્રેમથી સભાસ્થળ ગુંજી ઉઠ્યું હતું, જે વડાપ્રધાન પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા અને આદરભાવ દર્શાવતું હતું. વડાપ્રધાને પણ હાથ હલાવીને જનતાના અભિવાદનનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

 

(9:15 PM IST)