News of Monday, 26th May 2025
બુલિયનમાં બેતરફી વધઘટ : દિલ્હીમાં સોનુ રૂપિયા 550, ચાંદી રૂપિયા 1,170 ઉછળ્યા:અમદાવાદમાં બંને કિંમતી ઘાતુમાં નરમી
વિદેશી બજારોમાં હાજર સોનાનો ઔંસદીઠ ભાવ 24.83 ડોલર ગગડી 3,332.59 ડોલર થયો, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.13 ડોલર એટલે કે 0.38 ટકા ગગડી 33.36 ડોલર રહ્યો

નવી દિલ્હી :જ્વેલર્સ તથા રિટેલર્સ તરફથી સતત થઈ રહેલી ખરીદી વચ્ચે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના ભાવ રૂપિયા 550 વધી રૂપિયા 99,300 થયા છે. દિલ્હી ખાતે ગત સપ્તાહના બુધવારથી અત્યાર સુધીમાં સોનામાં રૂપિયા 2760 ઉછાળો આવ્યો છે.
આજે સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 99,300 થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 98,800 થયો છે. જ્યારે ચાંદી કિલો દીઠ રૂપિયા 1,170 ઉછળી ફરી વખત રૂપિયા 1,00,000ને પાર રૂપિયા 1,00,370 થઈ છે. દરમિયાન વિદેશી બજારોમાં હાજર સોનાનો ઔંસદીઠ ભાવ 24.83 ડોલર ગગડી 3,332.59 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.13 ડોલર એટલે કે 0.38 ટકા ગગડી 33.36 ડોલર રહ્યો છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં પીછેહઠ જોવા મળી છે. અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 97,000 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 ગગડી રૂપિયા 99,300, અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 ગગડી રૂપિયા 99,000 રહ્યો છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
