હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દારુના નશામાં ઢીંગલી થયેલા બનેવીએ સાળીને પત્ની કહી હાથ પકડી લીધોઃ સાઢુનો પિત્તો જતા પતાવી દીધો
સાઢુ પ્રકાશે વાંધો ઉઠાવ્યો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો

કિન્નોર તા.૨૮: સાળીને પત્ની કહેતા એક નેપાળી મૂળના શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો. હાલમાં પાંચ લોકો વિરુદ્ધ આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં સાળીનું નામ પણ સામેલ છે. આ કિસ્સો હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાનો છે. હાલમાં પોલીસે મર્ડરની કલમો અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કિન્નોર જિલ્લાના બારંગ ગામમાંથી આ હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં દારૂના નશામાં સાળીને પત્ની કહેતા એક નેપાળી મૂળના યુવકની હત્યા કરી નાખવામાં આવી. પોલીસે આ કેસમાં મળતકની સાળી સહિત પરિવારના પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મળતકની ઓળખ ૩૮ વર્ષીય ભીમ બહાદુર તરીકે થઈ છે. ભીમ બહાદુર પોતાની પત્ની વિનતા રાજ અને ત્રણ બાળકો સાથે બારંગ ગામમાં મજૂરી કરતો હતો. ૨૪ મેની સાંજે વિનિતાની બહેન દેવી સરા પોતાના પતિ પ્રકાશ અને બાળકો સાથે તેમના ઘરે આવી હતી.
કહેવાય છે કે, દારૂના નશામાં ભીમ બહાદુરે વિનિતાની બહેન દેવી સરાનો હાથ પકડી લીધો અને તેને પત્ની કહીને સંબોધન કરવા લાગ્યો. તેના પર આરોપી સાઢુ પ્રકાશે વાંધો ઉઠાવ્યો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. જોકે, તે સમયે મામલો શાંત થઈ ગયો. પણ બીજા દિવસે સવારે વિવાદ જીવલેણ હુમલા પર આવી ગયો.
૨૫ મેના રોજ દેવી સરાએ ફોન પર ભીમ બહાદુરને ગાળો આપી, જે બાદ તે પોતાના પતિ પ્રકાશ, સંબંધી રાજેન્દ્ર અને અન્ય બે પરિવારના લોકો સાથે ભીમ બહાદુર અને વિનિતાના ઘરે પહોંચી ગયા, જ્યાં પાંચેયે મળીને ભીમ બહાદુર પર ધોકા લઈને તૂટી પડ્યા. આરોપ છે કે, રાજેન્દ્રે તેના પર પથ્થરથી હુમલો કર્યો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
