News of Wednesday, 28th May 2025
લ્યો બોલો...છોકરો સીધો છે, આની સાથે હું ન રહી શકું લગ્નના ચાર દિવસમાં દુલ્હને છૂટાછેડા લીધા
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

મુરાદાબાદ તા.૨૮: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં મુરાદાબાદની યુવતીએ લગ્નના ચાર દિવસ બાદ જ પતિને સીધો ગણાવીને તેની સાથે રહેવાની ના પાડી દીધી. પિયરમાં આવ્યા બાદ તેણે તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસના કેટલાય પ્રયત્ન છતાં પણ બંને એક સાથે રહેવા રાજી થયા નહીં અને આખરે પંચાયત બેસાડીને બંનેના છૂટાછેડા કર્યા.
નવી દુલ્હન લગ્નના ચાર દિવસ બાદ છોકરો સીધો છે, એવું કહીને છૂટાછેડા માગી લીધા. આ મામલો હલ કરવા માટે બેઠેલી પંચાયતે વર પક્ષ પર સાડા છ લાખનો દંડ લગાવીને બંનેને અલગ અલગ કરી દીધા. આ મામલામાં સ્ટેમ્પ પર લખાણ પણ લખવામાં આવ્યું છે.
પાકબડા પોલીસ સ્ટેશન વિસ્તારના સમાથલ ગામની યુવતીના લગ્ન કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ વસંતપુર રામરાય ગામના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્ન ૩૦ એપ્રિલના રોજ થયા હતા. તેના ચાર દિવસ બાદ દુલ્હન પોતાના પિયરે પાછી ગઈ.
ત્યાર બાદ દુલ્હને સાસરિયે પાછા જવાની ના પાડી દીધી, દુલ્હનનું કહેવું છે કે છોકરો એકદમ સીધો છે. એવું કહીને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ પણ ચોંકી ગઈ કે લગ્નના ચાર દિવસમાં એવું તે શું થયું કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો.
બાદમાં આ મામલાને લઈને પોલીસે બંને પક્ષને પોલીસ ચોકીએ બોલાવ્યા. લગ્ન સારી રીતે ચાલે તેના માટે અનેક વખત સમજાવ્યા, પણ દુલ્હને સાસરિયે જવાની ચોખ્ખી ના પાડી દીધી. બુધવારે ચોકીએ બંને પક્ષના લોકોને બોલાવ્યા. બંને પક્ષના લોકોએ આ મામલાનો ઉકેલ લાવવા માટે પંચાયત બેસાડી અને છૂટાછેડા કરાવ્યા. વર પક્ષ પર સાડા છ લાખનો દંડ પણ લગાવ્યો હતો.
દંડ પણ ભરી દેવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ કુમારે જણાવ્યું કે, બંને પક્ષના લોકોએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આપસી સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ પક્ષ હવે આ મામલામાં કાર્યવાહી નથી કરવા માગતા.(૩૮.૪)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
