News of Wednesday, 28th May 2025
લગ્ન માટે આદર્શ ઉંમર કઈ છે? વિદ્યાર્થીએ એવો જવાબ આપ્યો કે, શિક્ષક તો શું, તમે પણ વિચારતા રહી જશો!
વિદ્યાર્થીએ લગ્ન માટે આદર્શ ઉંમર વિશે મજેદાર જવાબ આપ્યો, જેમાં બાયોલોજી, કાયદો, આર્થિક અને વફાદારીના હિસાબે અલગ-અલગ ઉંમરો દર્ર્શાવી આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી તા.૨૮: લગ્ન માટે આદર્શ ઉંમર શું હોવી જોઈએ? આ એક ચર્ચાનો વિષય છે. છેલ્લા ઘણા દાયકાઓથી ભારતમાં આ ઉંમર પુરુષો માટે ૨૧ વર્ષ અને મહિલાઓ માટે ૧૮ વર્ષ છે. થોડા વર્ષો પહેલા ભારત સરકારે મહિલાઓ માટે આ ઉંમરને ૨૧ વર્ષ કરવા પર વિચાર શરૂ કર્યો હતો. પરંતુ હાલમાં ભારતમાં કાયદો આ ઉંમરને યોગ્ય માને છે. પરંતુ શું આ દરેક દ્રષ્ટિકોણથી યોગ્ય ઉંમર છે? આ સવાલ પણ તમે તમારી જાતને પૂછશો, જ્યારે એક વિદ્યાર્થીનો જવાબ વાંચશો. પ્રશ્ન હતો, લગ્ન માટે આદર્શ ઉંમર શું છે? પરંતુ વિદ્યાર્થીએ જે મજેદાર જવાબ આપ્યો છે તે શિક્ષક સાથે દરેકને આ?ર્યચકિત કરી વિચારતા કરી દેશે.
વિસોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની કૉપીનો પેજ શેર કરવામાં આવ્યો છે. તેમાં પાંચ નંબરના પ્રશ્ન પર વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો છે તે ખૂબ જ મજેદાર રીતે આપ્યો છે. તેણે લગ્નની એક ઉંમર ન બતાવીને અલગ-અલગ ઉંમરો બતાવી છે. જવાબ એટલો જોરદાર રીતે આપ્યો છે કે તેને તર્કસંગત રીતે નકારી શકાય તેમ નથી. પરંતુ છતાં શિક્ષકે તેને ૫ માંથી શૂન્ય જ આપ્યા છે.
વિદ્યાર્થીએ જવાબમાં લખ્યું છે, બાયોલોજીના હિસાબે આ ઉંમર ૧૫ વર્ષ, સામાજિક રીતે ૨૬ વર્ષ, કાયદાના હિસાબે ૧૮ વર્ષ પછી, સાંસ્કળતિક રીતે ૨૪-૨૮, આર્થિક રીતે ૩૦થી ઉપર, અને વફાદારીના હિસાબે કયારેય નહીં. આ વિદ્યાર્થી ભારતનો તો નથી લાગતો, પરંતુ ભારતના પરિપ્રેક્ષ્યમાં આ ખૂબ જ યોગ્ય લાગે છે.
જવાબમાં આર્થિક રીતે ૩૦ વર્ષની ઉંમરથી વિદ્યાર્થીનું કહેવું છે કે માણસ,સ્ત્રી હોય કે પુરુષ, આર્થિક રીતે પોતાના પગ પર ઊભા થઈને લગ્ન લાયક ૩૦ની આસપાસ છે. જ્યારે સૌથી મજેદાર જવાબ વફાદારીના હિસાબે છે જેમાં લગ્ન લાયક માણસ કયારેય નથી બનતો. જેમ રીતે દુનિયામાં લગ્ન અને સંબંધોને લઈને છેતરપિંડી ચાલી રહી છે, તેનાથી આશા જ ન કરી શકાય કે કઈ ઉંમરે વફાદારી મળશે.
વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @_memes__connection1 એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધી ૫૮ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂકયા છે અને ૨૪૯ લોકોએ આ પર કમેન્ટ કરી છે. કેપ્શનમાં લખ્યું છે, લગ્ન કરવા માટે આદર્શ ઉંમર! મિત્રો સાથે શેર અને ટેગ કરો... લોકોએ આ જવાબની ખૂબ પ્રશંસા કરી છે. એક યુઝરે વિદ્યાર્થીને મેડલ આપવાની ભલામણ કરી છે.(૩૮.૩)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
