<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વોટ્‍સએપ પર આવતા અજાણ્‍યા નંબર પરથી બ્‍લર ફોટા ડાઉનલોડ કરતા બેંક ખાતું સાફ થઈ શકે છે

સાઈબર ગઠિયાઓની ઓનલાઈન ઠગાઈની નવી મોડસ ઓપરેન્‍ડીથી ચેતો :સાઈબર ઠગો અલગ અલગ પ્રકારના માલવેર મોકલીને છેતરી રહ્યા છેઃ ફોટો ડાઉનલોડ કરતા જ તેમા રહેલો માલવેર ફોનનો એક્‍સેસ મેળવવામાં સફળ રહે છેઃ ઓટો ડાઉનલોડનું ઓપ્‍શન ઓન હોય તો માલવેરના ભોગ આસાનીથી બની શકાય છે

 

મુંબઈ,તા.૨૮: સાયબર ગઠિયા સો.મીડિયામાં ઓનલાઈન રહેતા લોકાને છેતરવા નવી નવી તરકીબ અજમાવી રહ્યા છે. સાયબર ઠગો હવે બ્‍લર ફોટો મોકલીને લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. તાજેતરમાં વોટસએપ પર બ્‍લર ફોટો સાથે કેપ્‍શન મુકીને સેન્‍ડ કરાઈ રહ્યા છે. આ ફોટો ડાઉનલોડ કરતા જ તેમા રહેલો માલવેર તમારા ફોનના એક્‍સેસ આરોપી મેળવવામાં સફળ થાય છે. આ રીતે તમારું બેંક ખાતું ખાલી કરી નાણાં અન્‍ય એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી લે છે. સાયબર સેલ દ્વારા આ મામલે ચેતવણી બહાર પાડી લોકોને એલર્ટ રહેવા સૂચના જારી કરી છે. તમારા વોટસએપમાં ઓટો ડાઉનલોડનું ઓપ્‍શન ઓન હોય તો ઓફ કરવા તેમજ બ્‍લર ફોટો આવતા હોય તેવા અજાણ્‍યા નંબરને બ્‍લોક કરવા સૂચના આપી છે. સાયબર ગઠિયા બ્‍લર ફોટો વોટસએપમાં સેન્‍ડ કરે છે. તેમાં રહેલું કેપ્‍શન વાંચી તમે તે ફોટો જોવા ઉત્‍સુક થાવ તેવું લખાણ હોય છે. આ બ્‍લર ફોટો ડાઉન લોડ કરતા તેમાં યુર્ઝસની વ્‍યક્‍તિગત વિગતો જેવી કે, બેંકીંગ માહિતી, પાસવર્ડ, ઓટીપી, યુપીઆઈ ડેટા ચોરી કરી શકે તેવા સક્ષમ માલવેર હોય છે. આ માલવેર તમારો મોબાઈલ ફોન હેક કરી શકે છે. જેના કારણે તમને બ્‍લર ફોટો સેન્‍ડ કરનાર અજાણી વ્‍યક્‍તિ પાસે તમારા ફોનનો એક્‍સેસ પહોંચી આવી જાય છે. તમારા ફોનનો એક્‍સેસ મેળવનાર વ્‍યક્‍તિ તમારા બેંક ખાતામાથી નાણાંની સરળતાથી હેરાફેરી કરી ફોડ કરી શકે છે

 બ્‍લર ફોટો ડાઉનલોડ કરતાં પહેલા શું સાવધાની રાખવી

સ્‍ટેટ સાયબર સેલ દ્વારા સાયબર ફ્રોડથી બચવા કેટલાક સૂચનો જારી કરાયા છે. જે મુજબ અજાણ્‍યા નંબરથી આવતા બ્‍લર ફોટો કે લિંક પર કલીક કરવાનું ટાળો, વોટસએપમાં ઓટો ડાઉનલોડનું ઓપ્‍શન ઓન હોય તો સેટીંગમાં જઈ તે ઓફ કરી દેવું અને બ્‍લર ફોટો કે લિંક મોકલતા અજાણ્‍યા નંબરને બ્‍લોક કરી દેવા.સ્‍ટેટ સાયબર સેલના અધિકારીઓના જણાવ્‍યા મુજબ આ પ્રકારે સાયબર ઠગો અવનવી તરકીબ અજામાવી સાયબર ફ્રોડ કરવા પેંતરા અજમાવે છે. જો કે, યુર્ઝસ ખાલી અજાણ્‍યા નંબરથી આવતા મેસેજ પર બહુ ધ્‍યાન ના આપે તો ફ્રોડથી બચવાની શકયતાઓ વધી જાય છે.૭

(9:49 AM IST)