હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 28th May 2025
પોતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં પતિ જોઈ ગયો એટલે પત્નીએ તેને ઊંઘમાં જ તલવારથી કાપી નાખ્યો

કટહરીબારી,તા.૨૮: મૂળ બિહારના કટહરીબારી ગામનો ધ્રુપ પ્રસાદ કામસર પંજાબમાં રહેતો હતો. થોડા દિવસ પહેલાં તે પોતાના ગામમાં પાછો આવ્યો તો તેણે ઘરમાં પત્ની કિરણને વિકેશ કુમાર નામના તેના પ્રેમી સાથે સૂઈ ગયેલી જોઈ. એ પછી તેણે પત્ની સાથે મારપીટ કરીને વિકેશને ત્યાંથી ભગાડી દીધો. જોકે આ ઘટનાના થોડા દિવસ પછી ધ્રુપ પ્રસાદ રાતે ઘરમાં સૂતો હતો ત્યારે પત્ની કિરણે તેના પ્રેમી વિકેશની સાથે મળીને તલવારથી પતિનું ગળું કાપી નાખ્યું હતું. ધ્રુપ પ્રસાદનું શબ જોઈને તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ મામલે તેમને દીકરાવહુ પર શંકા હતી એટલે પોલીસે કિરણ અને વિકેશની ધરપકડ કરી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
