News of Wednesday, 28th May 2025
આ બળાત્કાર નથી.. બંને વચ્ચે સંમતિથી સંબંધ હતો : લગ્ન માટે હાઇકોર્ટે આરોપીને જામીન
ઓડિશા હાઇકોર્ટે ૨૬ વર્ષીય બળાત્કારના આરોપીને ૨૨ વર્ર્ષની પીડિતા સાથે લગ્ન કરવા માટે એક મહિનાના વચગાળાના જામીન આપ્યા : જસ્ટિસે તેમના આદેશમાં કહ્યું છે કે સમાધાનની શકયતા, કૌટુંબિક સંમતિ અને બંનેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આરોપીને અસ્થાયી રૂપે મુક્ત કરવો યોગ્ય જણાયો છે

ભુવનેશ્વર તા.૨૮: ઓડિશા હાઇકોર્ટે ૨૬ વર્ષીય બળાત્કારના આરોપીને ૨૨ વર્ષની પીડિતા સાથે લગ્ન કરવા માટે એક મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ એ જ મહિલા છે જેણે ૧૬ વર્ષની ઉંમરે આરોપી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે આ કેસને સંમતિથી બનેલો સંબંધ ગણાવ્યો છે અને બળજબરી કે શોષણનો નહીં. જસ્ટિસ એસકે પાણીગ્રહીએ તેમના આદેશમાં કહ્યું, જોકે આરોપો તેમના કાનૂની સ્વરૂપમાં ગંભીર છે, તે બે યુવાનો વચ્ચે સંમતિથી બનેલા સંબંધમાંથી ઉદ્ભવ્યા છે. ફરિયાદ દાખલ થાય તે પહેલાં બંને એકબીજાની ખૂબ નજીક હતા અને વ્યક્તિગત સંબંધ ધરાવતા હતા. શું છે કેસ?
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન, આરોપી અને પીડિતા વચ્ચે શારીરિક સંબંધ હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે લગ્નના વચનના આધારે સંબંધ બંધાયો હતો. પીડિતાનો આરોપ છે કે તે બે વાર ગર્ભવતી થઈ હતી. બંને વખત આરોપીએ તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. વર્ષ ૨૦૨૩ માં, ભ્બ્ઘ્લ્બ્ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
લગ્ન માટે સંમતિથી જામીન મંજૂર
આરોપીએ તાજેતરમાં કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે હવે બંને પરિવારો લગ્ન પર સંમત થયા છે. વકીલે કહ્યું, અરજદારે આ કરાર સ્વીકાર્યો છે અને જેલમાંથી છૂટયા પછી લગ્ન કરવાનું વચન આપ્યું છે.
ન્યાયાધીશ પાણિગ્રહીએ તેમના આદેશમાં કહ્યું છે કે સમાધાનની શકયતા, કૌટુંબિક સંમતિ અને બંનેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આરોપીને કામચલાઉ મુક્ત કરવો યોગ્ય જણાયો હતો. આનાથી તપાસની નિષ્પક્ષતા પર અસર થવી જોઈએ નહીં કે પીડિતાના ગૌરવને નુકસાન ન થવું જોઈએ.
સંવેદનશીલ સામાજિક પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ POCSO કાયદા દ્વારા સગીરો સામેના જાતીય ગુનાઓને કડક સજા આપવામાં આવી છે. ભલે સંબંધ સંમતિથી હોય. આ કિસ્સામાં, પીડિતા જ્યારે સેક્સ કરતી હતી ત્યારે તે સગીર (૧૬ વર્ષની) હતી.(૩૮.૧૦)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
