<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

જિયો બ્‍લેકરોક એસેટ મેનેજમેન્‍ટને મ્‍યુચ્‍યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી મળી

નવી એસેટ મેનેજમેન્‍ટ કંપનીના એમ.ડી. અને સીઇઓ તરીકે સીદ સ્‍વામિનાથનની નિમણુંક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૮: જિયો ફાઇનાન્‍શિયલ સર્વિસિઝ લિમિટેડ (જેએફએસએલ) [BSE, NSE: JIOFIN] અને બ્‍લેક રોક [NYSE:BLK] વચ્‍ચેના  50:50 ના સંયુકત સાહસ જિયો બ્‍લેકરોક એસેટ મેનેજમેન્‍ટ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્‍લેકરોક એસેટ મેનેજમેન્‍ટ)ને ભારતમાં તેમના મ્‍યુચ્‍યુઅલ ફંડ બિઝનેસ માટે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર તરીકે કામગીરી શરૂ કરવા માટે સિકયોરિટીઝ એન્‍ડ એકસચેન્‍જ બોર્ડ ઓફ ઇન્‍ડિયા (સેબી) તરફથી નિયમનકારી મંજૂરી મળી ગઇ છે.

જિયોબ્‍લેકરોક એસેટ મેનેજમેન્‍ટ ભારતીય રિટેલ મ્‍યુચ્‍યુઅલ ફંડ રોકાણકારો તેમજ ભારતના સંસ્‍થાકીય રોકાણકારોની વધતી જતી સંખ્‍યા માટે રોકાણની નવીન તકો લાવશે. આ એસેટ મેનેજમેન્‍ટ કંપની તેના બે પ્રાયોજકોની અનન્‍ય શકિતઓનો લાભ લેવાનો પ્રયાસ કરશેઃ જેએફએસએલની ડિજિટલ પહોંચ અને સ્‍થાનિક બજારની તેની ઉંડી સમજ, બ્‍લેકરોકની વૈશ્‍વિક રોકાણ કુશળતા તથા અગ્રણી રિસ્‍ક મેનેજમેન્‍ટ ટેકનોલોજીનો તેમાં સમાવેશ થાય છે.

જેએફએસએલના નોન-એકિઝકયુટિવ ડિરેકટર ઇશા અંબાણીએ જણાવ્‍યું હતું કે, ‘‘ભારતનો ઝડપી વિકાસ નીડર આકાંક્ષાઓ સાથેની નવી પેઢી દ્વારા પ્રેરિત છે. બ્‍લેકરોક સાથેની અમારી ભાગીદારી ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એકસપર્ટાઇઝ અને જિયોના ડિજિટલ-ફર્સ્‍ટ ઇનોવેશનનું શકિતશાળી સંયોજન છે. સાથે મળીને અમે દરેક ભારતીય માટે રોકાણને સરળ, સુલભ અને સમાવિષ્‍ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને વિશ્‍વાસ છે કે જિયોબ્‍લેકરોક એસેટ મેનેજમેન્‍ટ ભારતમાં નાણાકીય સશકતીકરણના ભવિષ્‍યને આકાર આપવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજશે. બ્‍લેકરોકના હેડ ઓફ ઇન્‍ટરનેશનલ રચેલ લોર્ડે જણાવ્‍યું હતું કે, ‘‘આજે ભારતમાં એસેટ મેનેજમેન્‍ટમાં તકો ખૂબ જ રોકાંચક છે. જિયોબ્‍લેકરોકની ડિજિટલ-ફર્સ્‍ટ કસ્‍ટમર પ્રપોઝીશન રોકાણકારોને સીધા ઓછા ખર્ચે સંસ્‍થાકીય ગુણવત્તાયુકત ઉત્‍પાદનો પહોંચાડશે, જે ભારતમાં વધુ લોકોને મૂડી બજારોમાં પ્રવેશના ઘણા લાભોનો આનંદ માણવા સક્ષમ બનાવશે. અમારા ભાગીદાર જેએફએસએલ સાથે મળીને અમે આ દેશની બચતકર્તાઓના રાષ્‍ટ્રથી રોકાણકારોના રાષ્‍ટ્રમાં પરિવર્તિત થવાની નિરંતર ચાલતી પ્રક્રિયામાં યોગદાન આપવા આતુર છીએ.''

(1:34 PM IST)