<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ઓપરેશન શીલ્ડ સિવિલ ડિફેન્સ કવાયત મોકૂફ : ગૃહ વિભાગની સૂચના!

પ્રશાસનિક કારણોસર ૨૯ મેની કવાયત સ્થગિતન : નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે

ગાંધીનગર : ગૃહ વિભાગ દ્વારા આયોજિત સિવિલ ડિફેન્સ કવાયત "ઓપરેશન શીલ્ડ", જે ૨૯ મે, ૨૦૨૫ના રોજ યોજાવાની હતી, તે પ્રશાસનિક કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. ગૃહ વિભાગે આ અંગેની સૂચના જાહેર કરીને તમામ સિવિલ ડિફેન્સ કંટ્રોલર્સ અને સંબંધિત હિતધારકોને જરૂરી નિર્દેશો આપવા જણાવ્યું છે, તેમ ગાંધીનગર માહિતી ખાતાની એક યાદીમાં જણાવ્યું છે.  

ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, "આ કવાયતને સ્થગિત કરવાનો નિર્ણય અનિવાર્ય પ્રશાસનિક કારણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આગામી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેની જાણકારી તમામ સંબંધિત પક્ષોને આપવામાં આવશે."  

આ કવાયતનો હેતુ સિવિલ ડિફેન્સ સેવાઓની તૈયારી અને કટોકટીની સ્થિતિમાં પ્રતિસાદની ક્ષમતાને મજબૂત કરવાનો હતો. હવે નવી તારીખોની રાહ જોવાઈ રહી છે.

 

(10:00 PM IST)