<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

બ્રહ્માંડના રહસ્યો પરથી પડદો ઉંચકાયો : આકાશગંગાનો સૌથી 'જબરદસ્ત' ખુલાસો! 'બધું અહીંથી જ શરૂ થયું', વૈજ્ઞાનિકો સ્તબ્ધ!

ઠંડા અને અંધકારમય બ્રહ્માંડ તારાઓથી કેવી રીતે છલકાયું? નવા અભ્યાસમાં 'નાના તારાવિશ્વો' જવાબદાર હોવાનું સામે આવ્યું : જે બ્રહ્માંડની ઉત્પત્તિની આપણી સમજને સંપૂર્ણપણે બદલી નાખશે!

નવી દિલ્હી : અવકાશના રહસ્યો હજુ પણ અનંત છે, પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આપણા બ્રહ્માંડ અને આકાશગંગા વિશે એક એવો જબરદસ્ત ખુલાસો કર્યો છે, જે ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે! આ નવા સંશોધનમાં એ પ્રશ્નનો જવાબ મળ્યો છે કે, અબજો વર્ષો પહેલાં ઠંડા અને અંધકારમય બ્રહ્માંડ તારાઓથી ઝળહળતું અને તારાવિશ્વોથી ભરેલું કેવી રીતે બન્યું. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે, "બધું અહીંથી જ શરૂ થયું હતું!"
બ્લેક હોલ નહીં, 'વામન તારાવિશ્વો' હતા બ્રહ્માંડના સર્જક!
દાયકાઓથી ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, આપણું બ્રહ્માંડ કેવી રીતે 'કોસ્મિક રીઆયનાઇઝેશન' નામના સમયગાળામાંથી પસાર થયું, જ્યારે બ્રહ્માંડમાં ગાઢ હાઇડ્રોજન ધુમ્મસ વિના પ્રકાશ આરામથી મુસાફરી કરી શકતો હતો. તાજેતરમાં બહાર આવેલા એક નવા અભ્યાસમાં, જેમ્સ બેવ સ્પેસ ટેલિસ્કોપ અને હબલ ટેલિસ્કોપ દ્વારા બહાર પાડવામાં આવેલા અદ્ભુત ચિત્રોએ આ રહસ્ય પરથી પડદો ઉંચક્યો છે.
આ તસવીરો દર્શાવે છે કે, બ્રહ્માંડને પ્રકાશમય બનાવવાની જવાબદારી બ્લેક હોલ કે મોટા તારાવિશ્વોની નહોતી, પરંતુ અત્યંત શક્તિશાળી નાના તારાવિશ્વો (વામન તારાવિશ્વો) ની હતી! સંશોધકોએ પ્રારંભિક બ્રહ્માંડને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે બેલ ૨૭૪૪ ના એક મોટા ગેલેક્સી જૂથમાં ગુરુત્વાકર્ષણ લેન્સિંગ અસરોનો ઉપયોગ કર્યો, અને તેઓ સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમણે જોયું કે આ નાના તારાવિશ્વો જ 'કોસ્મિક રીઆયનાઇઝેશન' ની પ્રક્રિયાને આગળ વધારવામાં મોખરે હતા.
વિશ્વની ઉત્પત્તિની સમજ સંપૂર્ણપણે બદલાશે!
આ નાના તારાવિશ્વોએ માત્ર મોટી સંખ્યામાં આયનાઇઝિંગ રેડિયેશન ઉત્પન્ન કર્યા જ નહીં, પરંતુ તેમની અસર એટલી વિશાળ હતી કે તેમણે સમગ્ર બ્રહ્માંડની સ્થિતિ બદલી નાખી. આ રિપોર્ટ મુજબ, આ અદભૂત શોધ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેની આપણી અત્યાર સુધીની સમજને મૂળભૂત રીતે બદલી શકે છે. આ સાથે, તે ગેલેક્સી રચના, તારા ઉત્ક્રાંતિ અને શ્યામ દ્રવ્ય વિતરણના વર્તમાન મોડેલોને પણ પુનર્વિચાર કરવા મજબૂર કરશે.
વૈજ્ઞાનિકોના મતે, આ અભ્યાસ હજુ આકાશના એક નાના ભાગને જ આવરી લે છે. સંશોધકો હવે અન્ય કોસ્મિક લેન્સિંગ પ્રદેશોનું અન્વેષણ કરવાની અને ડેટાસેટ વધારવાની યોજના બનાવી રહ્યા છે. આ શોધ બરે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે નવા પ્રશ્નો અને નવી શક્યતાઓ ઉભી કરે છે, જે ભવિષ્યમાં બ્રહ્માંડ વિશેની આપણી સમજને વધુ ઊંડી બનાવશે અને કદાચ વધુ રોમાંચક રહસ્યો ખોલશે.

 

(10:27 PM IST)