તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાનો આગામી રાઉન્ડ 2 જૂને તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં યોજાઈ શકે
રશિયાએ 2 જૂને ઇસ્તંબુલમાં યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોના આગામી રાઉન્ડનો પ્રસ્તાવ મૂક્યો

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાનો આગામી રાઉન્ડ 2 જૂને તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં યોજાઈ શકે છે. ક્રેમલિન દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવે બુધવારે જણાવ્યું હતું કે રશિયાએ 2 જૂને ઇસ્તંબુલમાં યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોના આગામી રાઉન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે. યુક્રેન સાથે આગામી રાઉન્ડની વાટાઘાટો માટે વેટિકન અથવા જીનીવા સંભવિત સ્થળ હોઈ શકે છે તેવી અટકળો વચ્ચે, રશિયાએ તુર્કીમાં ઇસ્તંબુલને પસંદ કર્યું છે, જે વાટાઘાટોના પ્રથમ રાઉન્ડનું સ્થળ હતું.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
