<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

મંદિરની અંદર ૫ વર્ષની બાળકી પર બળાત્‍કાર

પોલીસે આરોપીને પકડ્‍યો અને રાત્રે જ છોડી મુકયો!

 

આગ્રા તા.૨૯: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક હેવાનિયતથી ભરેલી ઘટના સામે આવી છે. અહીં, એક વ્‍યક્‍તિએ મંદિરમાં ૫ વર્ષની માસૂમ બાળકી પર બળાત્‍કાર કર્યો છે. સ્‍થાનિકોએ જણાવ્‍યા પ્રમાણે, આરોપી પાડોશમાં રહે છે. તેણે છોકરીને લલચાવીને મંદિરની અંદર લઈ ગયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્‍યારે છોકરીની બુમો તેની દાદીને સંભળાતા તેઓ મંદિર તરફ દોડી ગયા હતા. જોકે, આરોપીએ દાદીને મંદિરમાં આવતા જોતા જ, તેણે તેને ધક્કો માર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્‍યારે દાદીએ હોબાળો મચાવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સ્‍થાનિકોએ તરત જ આરોપીને પકડી લીધો હતો.

સ્‍થાનિક રહેવાસીઓએ આરોપી પવિત્રા ઉર્ફે પમ્‍મીને પકડીને માર માર્યો અને પછી તેને પોલીસને સોંપી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે, પોલીસે છોકરીની તબીબી તપાસ કરાવી છે, જેમાં બળાત્‍કારની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.

જોકે, બીજી બાજુ સ્‍થાનિક લોકો દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્‍યો છે કે, પોલીસે રાત્રે જ આરોપીને છોડી દીધો હતો. જોકે, પરિવાર અને સ્‍થાનિક લોકોનું દબાણ વધતાં તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ પીડિતાનો પરિવાર અને વિસ્‍તારના લોકો યુવતી અને આરોપીને લઈને જગદીશપુર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા અને લેખિત ફરિયાદ આપી હતી.

આ સમગ્ર કેસમાં એસીપી મહિલા ક્રાઈમ સુકન્‍યા શર્મા કહે છે કે, સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં બળાત્‍કારનો કેસ નોંધવામાં આવ્‍યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ઘટનાસ્‍થળે શાંતિ અને વ્‍યવસ્‍થા જળવાઈ રહી છે.(૩૮.૪)

(9:48 AM IST)