<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ઇઝરાયલી દળોએ હમાસ ગાઝાના વડા મોહમ્‍મદ સિનવારને કર્યો ઠાર

ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ જાહેરાત કરી

ગાઝા,તા.૨૯: ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ  જાહેરાત કરી હતી કે ઇઝરાયલી સેનાએ હમાસના ગાઝા વડા અને સંગઠનના નેતા યાહ્યા સિનવારના નાના ભાઈ મોહમ્‍મદ સિનવારને મારી નાખ્‍યો છે. આ કાર્યવાહી ખાન યુનિસમાં યુરોપિયન હોસ્‍પિટલ નજીક એક સુરંગમાં કરવામાં આવી હતી, જ્‍યાં ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ હવાઈ હુમલો કર્યો હતો.

પોતાના નિવેદનમાં નેતન્‍યાહૂએ કહ્યું, મોહમ્‍મદ સિનવારને ખતમ કરી દેવામાં આવ્‍યો છે. તે હમાસની લશ્‍કરી વીન્‍ગનું નેતળત્‍વ કરી રહ્યો હતો. આ હમાસ માટે મોટો ફટકો છે, પરંતુ અમારું ઓપરેશન હજી પૂરું થયું નથી. તેમણે ચેતવણી પણ આપી હતી કે ગાઝામાં બંધકોને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

અહેવાલો અનુસાર, ઓક્‍ટોબર ૨૦૨૪ માં તેના ભાઈ યાહ્યા સિનવારના મળત્‍યુ પછી મોહમ્‍મદ સિનવારે હમાસનું લશ્‍કરી અને રાજકીય નેતળત્‍વ સંભાળ્‍યું. ૭ ઑક્‍ટોબર ૨૦૨૩ ના રોજ હમાસના હુમલાનો તે મુખ્‍ય યોજનાકાર માનવામાં આવતો હતો, જેમાં ઇઝરાયલમાં ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦ લોકોને બંધક બનાવ્‍યા હતા.

અગાઉ, ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્‍યો હતો કે આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં સિનવારને નિશાન બનાવવામાં આવ્‍યો હતો. જો કે, તે સમયે ઇઝરાયલી સંરક્ષણ દળોએ તેની પુષ્ટિ કરી ન હતી. હવે ખુદ પીએમ બેન્‍જામિન નેતન્‍યાહૂએ તેની પુષ્ટિ કરી છે. હમાસના રફાહ બ્રિગેડ કમાન્‍ડર મોહમ્‍મદ શબાના અને ૧૦ અન્‍ય સાથીઓ પણ આ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. સાઉદી ચેનલ અલ-હદથ અનુસાર, સિનવારનો મળતદેહ અને તેના સાથીઓના અવશેષો ટનલમાંથી મળી આવ્‍યા છે.

જો કે, હમાસે હજી સુધી મોહમ્‍મદ સિનવારના મળત્‍યુની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ગાઝાના ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં જન્‍મેલા, મોહમ્‍મદ ઇબ્રાહિમ હસન સિનવાર ઘણા દાયકાઓ સુધી હમાસમાં કામ કરી આગળ વધ્‍યો. તેની ગુપ્ત પ્રવળત્તિઓને કારણે ઇઝરાયલી અધિકારીઓ દ્વારા તેને શેડો ઉપનામ આપવામાં આવ્‍યું હતું. ૨૦૦૬ માં, તે ઇઝરાયલી સૈનિક ગિલાદ શાલિતના અપહરણમાં સામેલ હતો. આ કાર્યવાહીથી ૨૦૧૧માં કેદીઓની અદલાબદલીનો સોદો થયો.

ઇઝરાયલી અને પેલેસ્‍ટિનિયન જેલોમાં વર્ષો વિતાવ્‍યા પછી, તેણે હમાસના અન્‍ય નેતળત્‍વ કરતાં લોકો સાથે ગાઢ સંબંધો વિકસાવ્‍યા અને ૧૯૯૧ માં હમાસના લશ્‍કરી ચળવળમાં જોડાયો. ઇઝરાયલે અગાઉ સિનવારની હત્‍યાના અનેક પ્રયાસો કર્યા છે. ૨૦૧૪ માં, હમાસે જાહેરાત કરી કે સિનવાર ઇઝરાયલ-ગાઝા યુદ્ધ દરમિયાન માર્યો ગયો હતો, પરંતુ માહિતી ખોટી સાબિત થઈ.

તાજેતરમાં, હમાસે અમેરિકાના વિશેષ દૂત સ્‍ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલા એક પ્રસ્‍તાવનો સ્‍વીકાર કરી લીધો છે, જેમાં ગાઝામાં ૭૦ દિવસનો યુદ્ધવિરામ અને ૧૦ બંધકોની મુક્‍તિ સામેલ છે. હમાસના એક પેલેસ્‍ટીનિયન અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. આ પ્રસ્‍તાવના માધ્‍યમથી હમાસ અને ઇઝરાયલ વચ્‍ચે યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના મજબૂત બની છે.

(10:46 AM IST)