તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 29th May 2025
સેમિ કન્ડક્ટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગશેઃ વૈશ્વીક ઉત્પાદનમાં ૨૦૩૦ સુધીમાં પ ટકા હિસ્સેદારીનું લક્ષ્ય

નવી દિલ્હી, ૨૯: ભારતનું સેમિકન્ડક્ટરનું સ્વપ્ન હવે નવા તબક્કામાં પહોંચી રહ્યુ છે. સરકારે સેમિકોન ૨.૦ હેઠળ પોતાના લક્ષ્યોને વધુ મજબૂત કર્યા છે જેમાં ૨૦૩૦ સુધી વૈશ્વિક ચિપ ઉત્પાદનમાં ૫ ટકા હિસ્સેદારી હાંસલ કરવાનો ટાર્ગેટ સેવવામાં આવ્યો છે.
ચાર વર્ષ પહેલા ૨૦૨૧માં ભારતે પોતાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વિકસિત કરવા માટે ૧૦ અબજ ડોલર (આશરે રૂ. ૮૩,૦૦૦ કરોડ) ના પોત્સાહન પેકેજની ઘોષણા કરી હતી, જેમાં હવે આ ભંડોળની ફાળવણી શરૂ થઇ છે અને આ યોજના હેઠળ ચિપ ફેબ્રિકેશન, OSAT અને ATMP સાથે સંકળાયલ ૫ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે.
સરકારનો ઉદ્ેશય વૈશ્વિક ચિપ કંપનીઓને આકર્ષવાનો તેમજ સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. જો બધું આયોજન મુજબ ચાલે છે. તો ભારતની સેમિકન્ડકટર મૂલ્ય શ્રૃંખલા રોકાણકારો માટે મોટી તકો ખોલી શકે છે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
